લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
લીલુડી ધરતી
 

 દેખતાં ડેલીએ જવાનું એને ગમતું નહોતું. રબારણના ખૂન કેસમાં હવે પોલીસનો પંજો પડ્યો છે, એના છાંટા રખે ને મને પણ ઊડે એવી એક વિચિત્ર દહેશત રઘાના મનમાં પેસી ગઈ હતી. તેથી જ તો, હૉટલ બંધ થયા પછી જ અને બજાર તથા શેરીઓમાં માણસોની અવરજવર ઓછી થઈ ગયા પછી જ એ જાણે કે ચોરપગલે ચાલતો હોય એવી સાવધાનીથી દરબારગઢ તરફ જવા નીકળ્યો.


*