પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તમાશો
૨૪૯
 

 સમજાવે કે તું મૃતવત્સા છે ને તારું સંતાન મરેલું જ અવતર્યું છે ?

હા, જુઓ ને, સંતુની નજર અત્યારે રીંછ કે વાંદરાને બદલે આ બાળકી ઉપર જ કેવી વેધક રીતે નોંધાયેલી છે ! અરે, આ વાદીની છોકરીમાં એવું તે શું કામણ બળ્યું છે કે સંતુ એને ટીકીટીકીને જોઈ રહી છે ?

પિતાની આજ્ઞા મુજબ થોડી થોડી વારે ડુગડુગી વગાડી રહેલી એ અબુધ બાળકીને ઉદ્દેશીને સંતું વારે વારે કહ્યા કરે છે: ‘ચમેલી ! આમ આવ્ય, ચમેલી ! આમ આવ્ય.’

જોનારાઓને તો એકને બદલે બબ્બે તમાશા જોવા મળ્યા.

*