પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૧૫. વ્રતની આવશ્યકતા

૧૪-૧૦-’૩૦
મંગળપ્રભાત
 

વ્રતના મહત્ત્વ વિષે હું છૂટુંછવાયું આ લેખમાળામાં લખી ગયો હોઈશ. પણ વ્રતો જીવન બાંધવાને સારુ કેટલાં આવશ્યક છે એ વિચારવું યોગ્ય લાગે છે. વ્રતો વિષે લખી ગયો એટલે હવે તે વ્રતોની આવશ્યકતા વિચારીએ.

એવો એક સંપ્રદાય અને તે પ્રબળ છે, જે કહે છે: 'અમુક નિયમોનું પાલન કરવું ઉચિત છે, પણ તે વિષે વ્રત લેવાની આવશ્યકતા નથી, એટલું જ નહિ પણ તે મનની નબળાઈ સૂચવે છે અને હાનિકારક પણ હોય. વળી વ્રત લીધા પછી પણ એવો નિયમ અગવડરૂપ લાગે, અથવા પાપરૂપ લાગે તોયે તેને વળગી રહેવું પડે એ તો અસહ્ય છે.' તેઓ કહે છેઃ 'દાખલા તરીકે દારૂ ન પીવો સારું છે તેથી ન પીવો. પણ કોઈવાર પીવાયો તો શું થયું? દવા તરીકે તો પીવો જ જોઈએ. એટલે ન પીવાનું વ્રત તો ગળે હાંસડી ઘાલ્યા જેવું થાય. અને જેમ દારૂનું તેમ બીજી બાબતમાં. અસત્ય પણ ભલાને સારું કાં ન કહીએ?' મને આ દલીલોમાં વજૂદ નથી લાગતું. વ્રત એટલે અડગ નિશ્ચય. અગવડોને ઓળંગી જવા સારુ તો વ્રતોની આવશ્યકતા છે. અગવડ સહન કરે છતાં તૂટે નહિ તે જ અડગ નિશ્ચય ગણાય, એવા નિશ્ચય વિના માણસ ઉત્તરોત્તર ચડી જ ન શકે એમ આખા જગતનો અનુભવ સાક્ષી પૂરે છે. જે પાપરૂપ