પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબર દેવા
૧૪૫
 

ત્યારે એને કહેવામાં આવ્યું : "તમે શીદ આવો છો ?”

"મને પણ, સાહેબ, મહેરબાની કરીને લઈ જાવ ! મને પણ જશ મળશે."

"જશ મળશે !" એ શબ્દોએ આ ટોળામાં એક છૂપું હાસ્ય જગાવ્યું.

"ઠીક, ભલા આદમી ! ચાલો." એમ કહીને એ મંડળીને લઈને આગેવાન ખેતર સોંસરા આગળ વધ્યા. થોડી વારે આખું મંડળ ગાયબ બન્યું.

એ હતા વડોદરાના પોલીસ કમિશનર અને એમના પચીસ-પચાસ જોડીદાર : પૂરેપૂરા હથિયારબંધ, ચુનંદા, ચૂંટીને લીધેલા.

ને પેલો જશ લેવાની લાલચુ હતો રેલવેનો મરાઠો ફોજદાર. એ વગર વરધીએ જોડાયો : એને જશ મેળવવો હતો !

જલાલપુર ગામમાં એ મંડળી કોઈ ન જાણે એમ ગોઠવાઈ ગઈ.

*

છોટિયા લુવાણાના ઘરમાં એક દીવો ટમટમી રહ્યો છે. બારણાં અંદરથી બંધ છે. બારણાંની સામોસામ અંદર જે હિંડોળો છે તે રોજની માફક ધીરો ધીરો ચાલી રહ્યો છે : હિંડોળે એક મનવી બેઠું છે. તેના અંગ પર પહેરવેશ સ્ત્રીનો છે. છોટિયાની વહુ મણિનું એ હંમેશનું આસન છે.

"મણિબોન !" રાત સારી પેઠે અંધારી થઈ હતી તે વેળાએ બહારથી બારણે એક તદ્દન હળવો ટહુકો પડ્યો : "મણિબે'ન ! ઉઘાડ !" એમ કહ્યું હતું તે, બારણામાં પેઠો પણ પેસતાં જ તરત જ ખચકાઈ જઈ પગ પાછો બહાર લેતોક, સાથીદારને કહી ઊઠ્યો : "અલ્યા, દગો લાગે છે. !"

"હવે દગો તે શાનો, હાળા ! ઝટ માંઈ પેસ ને !" ને એમ કહેતેકને