પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




3
હાજરી


રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા.

સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફાનસને અજવાળે એક પત્રક અને ખડિયો–કલમ લઈને બેઠેલ માણસને સૌ આવનારાં નમ્રતાથી રામરામ કરતાં હતાં.એ રામરામ ઝીલવાની પરવા કર્યા વગર એ માણસ ચૉરાની પરસાળમા એક ખુરશી પર બેઠેલા પોતાના મહેમાનની સામે વારંવાર જોતો હતો. મહેમાન પર પોતાની સતા અને સાહેબીની કેવી છાપ પડી રહી છે તે ઉકેલવામાં એની નજર રોકાઈ ગઈ હતી. મહેમાનની બાજુમાં એક ઢોલિયો પણ પથરાયેલો હતો. ગાદલું પોચું, પહોળું ને ધિંગું હતું. ચાદર દૂધ જેવી સ્વચ્છ હતી. બાલોશિયું મુલાયમ હતું.

પત્રકવાળો માણસ પત્રકમાંથી નામો પોકારતો ગયો; અને સામા 'હાજર', 'હાજર', 'હાજર' એવા જવાબો મળવા લાગ્યાઃ

'કરસન પૂંજા' : 'હાજર'

'મોતી દેવા'  : 'હાજર'

'ગુલાબ કાળા' : 'હાજર'

'હાજર' કહી કહીને એ કહેનાર કાં ઊઠીને ચાલતો થતો, અથવા સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે સ્રીઓનાં નામ પોકારાયાં; સ્ત્રીઓનો

૨૩