પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
માણસાઈના દીવા
 

હતી. હાજરી ટાણે ઉઘરાણીદારો, મુડદાંમાથે ગીધડાંનાં ટોળાં ઝળુંબે તેમ, સરકારી ચોરે ચોપડા લઈ ખડા થતા.

ગ્રામપંચાયતોએ સરકારમાં લખાણ કર્યું : 'આ લોકોને ગામમાં આવીને રહેવાની ફરજ પાડો.'

ફરી હાજરીઓ શરૂ થઈ છે, એવા ખબર ગામડાંમાં ફરતા મહારાજને મળ્યા; ને એના પગરખાં વિનાના પગોએ વળતી જ સવારે વડોદરાની વાટ લીધી. પોલીસ–ઉપરીને બંગલે જઈ એ ઊભા રહ્યા.

"છોટા સાહેબ, આમને સૂબા સાહેબ પાસે લઇ જાવ." ઉપરીએ પોતાના મદદનીશ સાહેબને કહ્યું.

"ચાલો, આવી જાવ." છોટા સાહેબે બ્રાહ્મણને પોતાની ઘોડાગાડીમાં ચડી જવા કહ્યું. મહારાજે જવાબ દીધો :

"હું ગાડીમાં તો નહિ બેસું."

"ત્યારે ?"

"હીંડતો આવું છું. તમે પધારો."

"હીંડતા હીંડતા તમે ક્યારે પહોંચશો ?"

"દોટ મૂકીશ."

અમલદારને આ બ્રાહ્મણ જંગલીનો અવતાર લાગ્યો : શહેરના માર્ગ પર આ માણસ દોટ મૂકશે !

ને સાચેસાચ એણે છોટા સાહેબની ગાડી પછવાડે દોટ કાઢી.

બ્રાહ્મણ સૂબા સાહેબને બંગલે પહોંચ્યા ત્યારે એણે પોતાની આગળ ગાડીમાં પહોંચેલા અમલદારને અંદર પ્રવેશ કરી જતા જોયા. સાહેબની ગાડી અને બ્રાહ્મણની 'ગૂડિયાવેલ' (પગ) વચ્ચે ફક્ત અરધી મિનિટનો ફરક પડ્યો.

આ ઉઘાડપગા ભિક્ષુકને પહેરેગીરે અંદર જતો અટકાવ્યો. બ્રાહ્મણે એને સમજાવ્યો : "ભાઈ, તું અંદર જઈ ખબર તો આપ ! સાહેબે જ મને તેડાવ્યો છે; અને આ પળે જ સાહેબ પાસે મારું કામ છે."

"હીંડતો થા હીંડતો. પોલીસ–નાયબ સૂબા સાહેબ અંદર છે, ત્યાં