પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
ગાંધીજીનો જેલનો અનુભવ.

અને માંસને દહાડે તેની અવેજીમાં અર્ધો રતલ વાલ મળવાનો હુકમ થયો. વળી જેલની વાડીમાં તાંદલજાની ભાજી આપે ઉગતી હતી, તે તોડવા દેતા હતા, અને વખતોવખત પ્યાજ પણ વાડીમાંથી લેવાની પરવાનગી હતી. એટલે ઘી અને વાલનો હુકમ મળવા બાદ ખોરાકમાં બહુ કહેવા જેવું ન કહેવાય. જોહાન્સબર્ગની જેલમાં ખોરાક કંઇક જૂદો મળે છે. તરકારી નથી મળતી, સાંજના બે દિવસ લીલોતરી અને પૂપૂ, ત્રણ દિવસ વાલ અને એક દિવસ પટેટા અને પૂપૂ મળે છે.

જેલના ખોરાક માટેનો અસંતોષ દૂર કરવાની જરૂર.

આ ખોરાક જોકે આપણી રૂઢી પ્રમાણે બરાબર ન ગણાય, તોપણ સાધારણ રીતે ખરાબ ન કહેવાય. હિન્દીને પૂપૂની ઉપર તિરસ્કાર છે ને તેથી જાણી જોઇને તે ખાતા નથી. પણ આ તો હું મોટી ભૂલ ગણું છું. પૂપૂએ મીઠો અને જોરાવર ખોરાક છે. આ દેશમાં તે ઘઉંની જગ્યા લઇ શકે છે. તેમાં જો સાકર મળે તો બહુ સ્વાદિષ્ટ લાગે છે. પણ સાકર ન હોય છતાં ભૂખ લાગી હોય ત્યારે મીઠું લાગે છે. એ ખાવાની ટેવ પડી જાય તો ઉપરના ખોરાકમાં માણસ ભૂખે ન મરે. એટલું જ નહિ, પણ તેથી શરીરને મજબૂતી મળે એવો તે ખોરાક થઇ પડે. તેમાં કેટલોક ફેરફાર કરાવાય તો તદ્દન સંપૂર્ણ ખોરાક થાય, પણ દુઃખની વાત એ છે કે આપણે એવા સ્વાદીઆ થઇ પડ્યા છીએ અને આપણી ટેવો એવી પંપાળેલી છે કે આપણને મહાવરા મુજબનો ખોરાક ન મળે તો આપણો મિજાજ જતો રહે છે. આવો