પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

વિચારી હું બેફીકર થઇ પડ્યો. ને ઝીણાભાઇને હિંમત રાખવાની સલાહ આપતો થઇ ગયો.

ગાડી આવી કે તુરત ઝીણાભાઇને તેમાં સુવાડી લઇ ગયા.પણ દરોગા પાસે ફરીયાદ કરી. તેની તપાસ ચાલી ને દરોગાને ઠપકો મળ્યો. ઝીણાભાઇને બપોરને કામે નહિ લઇ ગયા. તેજ પ્રમાણે બીજા ચાર હિંદી અશક્ત જણાયા. બાકીના બધા પાછા કામે ચડ્યા. બપોરના બારથી એક વાગ્યા સુધી ખાવાનો વખત હોય છે. ને એકથી પાંચ વાગ્યા સુધી કામ કરવું પડે છે. બપોરના અમારી દેખરેખ ગોરા દરોગાને બદલે કાફર દરોગાને સોંપી. કાફર દરોગો ગોરા કરતાં ઠીક હતો. તે બહુ ટોકણાં નહોતો કરતો. કોઇ કોઇ વખત બોલતો હતો. બળી બપોરના કાફરોને તથા હિંદીને તેજ જગ્યામાં પણ જૂદા જૂદા ભાગમાં રાખ્યા. અમને પ્રમણમાં પોચી જમીન ખોદવા અપી.

જે માણસે આ કંટ્રાક્ટ લીધો હતો તેની સાથે મારે વાત થયેલી. તેણે કહ્યું કે હિંદી કેદીની મજુરીથી તેને નુકસાન થવાનો સંભવ છે. હિંદીથી કાફરોની બરોબર એકાએક શરીરબળ ચલાવાય એમ નથી, એ વાત એણે મંજુર રાખી. વળી મેં તેને કહ્યું કે હિંદી કોઇ દરોગાની બીકથી કામ કરવાના નથી. તે તો માત્ર ખુદાનો ડર રાખીને બનશે તેટલું જ કરશે. પણ મારે આ વિચાર પાછળથી સારી પેઠે બદલવો પડ્યો. તે આપણે હવે પછી જોઇએ.

બીજો દિવસ.

બીજે દહાડે અમને બહાર કહાડ્યા. પણ અમને ગોરા દરોગાની સાથે નહીં મોકલતાં એક કાફર દરોગાની સાથે મોકલ્યા. તે