પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેલ સમાયે મૂક્ય. ક્યાં તારા બાપનું વરે છે ! ઝટ મરચાં વઘારિયાં કરી નાખ. એલા, કઢીને હવેજ કર્યો કે નહિ ? ઓલ્યા ઓધા કંદોઈને કહો - ઝટ ઝટ ચાલાકી રાખીને ભજિયાનાં ઘાણ ઉતારે !" એમ ચીવટથી કામ લેવાયું. અદા ખડી ચોકી રાખીને ઊભા રહ્યા. સહુને તાણ કરી કરી ખવરાવ્યું. કેટલાયનાં મોંમાં બટકાં દીધાં. એવો તો મો‘રો રાખ્યો કે કોઈને ગંધ પણ ન આવી કે કુટુંબમાં કંઈક માઠું બની ગયું છે.

"હાં, હવે ઝટ બોલાવો બાયડિયુંને ! અને ઓલ્યા મૂરખા ધનાને કહેતા આવજો કે હમણાં પ્રાણ-પોક ન મૂકે: ખબરદાર જો ઘરમાં કોઈ રોયું-કૂટ્યું છે તો !"

સ્ત્રીઓની પંગત પણ પતી ગઈ. અદા ખડી ચોકીએ જ ઊભા છે.

"હા, હવે દઈ આવો પીરસણાં ! દરબારમાં, કામદાર સા‘બને ત્યાં, ફોજદાર સા‘બને ત્યાં, અને કારકુનોને ઘરેઘરે, જ્યાં ન ખપે ત્યાં સીધાં ભરો."

એ પણ પતી ગયું. અદાનો તા‘ જ આટલું કરાવી શકે.

"પતી ગયું ? કોઈ ભૂખ્યું નથી ના ? તો બસ: હવે ભલે ધનો પ્રાણપોક પડાવતો."

"વરાનું કામ છે, ભાઈ ! છાતી રાખીયેં તો જ હેમખેમ પાર ઊતરે. અકળાયે કાંઈ કામ આવે ?"

સાંજ ટાણે સમગ્ર કુટુંબ ને ન્યાતના પુરુષો ધનાના છોકરાને દેન પાડવા લઈ ગયા. એ બધું કામ પણ એટલી જ બાહોશીથી લેવાયું. ધનો જ્યારે સૂનમૂન હૈયે દીકરાની બળતી ચિતા સામે ડોળા ફાડીને એકલો બેઠો હતો, ત્યારે બાકીના જ્ઞાતિજનો મરનારની ઉમ્મર વિષે ચર્ચા કરતા હતા. સહુનો નિર્ણય એવો થયો કે ત્રીસ વર્ષના જુવાનની વાંસે કારજ તો ન કરાય: ગોરણીઓ અને છોકરાં જમે.

પાંચમે દિવસે કેશુની માંદી વહુના છેલ્લા છડા અને ચૂંક વેચીને આકોલા પહોંચવાના પૈસા જોગવ્યા. તાવભરી પત્નીને ગાડામાં નાખીને