પૃષ્ઠ:Mira Ane Narsinh.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

abc

૧૦

વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે તેનો શબ્દ ગગનમાં ગાજે છે. ટેક.
વૃંદા તે વનને મારગ જાતાં, વા’લો દાણ દધિનાં માગે છે. વૃં૦
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વા’લો રાસમંડળમાં બિરાજે છે. વૃં૦
પીળાં પીતાંબર જરકસી જામા, હાથે પીળો પટકો બિરાજે છે. વૃં૦
કાને તે કુંડળ માથે મુગટ ને, મુખ પર મોરલી બિરાજે છે. વૃં૦
વૃંદા તે વનની કુંજગલીનમાં, વા’લો થનક થૈ થૈ નાચે છે. વૃં૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, દર્શનથી દુઃખડાં ભાંગે છે. વૃં૦

૧૧

.

નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે;
તુલસીની માળામાં શ્યામ છે; વા’લા. નંદલાલ૦
વૃંદા તે વનને મારગ જાતાં;
રાધા ગોરીને કાન શ્યામ છે, વા’લા. નંદલાલ૦
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે;
સહસ્ત્ર ગોપી ને એક કહાન છે રે; વા’લા. નંદલાલ૦