પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉન જિયોવાની
૯૯
 

કે એ જમાનામાં ઉચ્ચ કુળવાન પુરુષો પોલીસ કે કાયદાને આશરે જવાને બદલે તલવારને ઝાટકે જાતે ફેંસલો કરવામાં જ મર્દાનગી સમજતા.

અંક – 4

કબ્રસ્તાનમાં પરોઢ થઈ છે. એક નજીકની કબર પર તાજેતરમાં જ કમાન્ડન્ટના ઘોડેસવાર પૂતળાની સ્થાપના કરી છે. અચાનક કમ્પાઉન્ડવૉલ પરથી ઠેકડો મારીને જિયોવાની હાંફળોફાંફળો આવે છે. કમાન્ડન્ટના પૂતળાની બાજુમાં જ લેપોરેલોને બેઠેલો જોઈને એ ગઈ રાતની પોતાની શૌર્યકથા કહે છે: “રાતે મેં એક સુંદર છોકરી પટાવી. એ તારી માશૂકા નીકળી પણ એણે તો મને કામક્રીડા પૂરી થઈ પછી ડૉન જિયોવાની તરીકે ઓળખ્યો. એટલે એણે ગભરાઈને ચીસો પાડવા માંડી. સાંભળીને લોકોનું ટોળું ભેગું થયું, એટલે જાન બચાવવા અંધારામાં હું ભાગ્યો અને અહીં આવીને સંતાયો.” લેપોરેલો ડઘાઈને જોઈ રહે છે. ત્યાં જ કમાન્ડન્ટનું પૂતળું પડછંદ ઘોઘરા અવાજમાં બોલી ઊઠે છે : “સાંભળ, સવાર પડતા પહેલાં તારું હાસ્ય ખતમ થઈ જશે!” અચાનક ઓબોઝ, ક્લેરિનેટ્સ, બાસૂન્સ, બાસ સ્ટ્રીમ્સ અને ત્રણ ટ્રોમ્બોન્સ ગાજી ઊઠીને ઑપેરાનું વાતાવરણ પહેલી વાર ભારેખમ ગંભીર કરી મૂકે છે. જિયોવાની ચોંકીને કહે છે કે, “કોણ બોલ્યું ?” એ દીવાલ પાછળ કોઈ સંતાઈને બોલ્યું હોય એની તપાસ કરવા આંટો મારી આવે છે. પણ ત્યાં તો કોઈ જ નથી. પછી પૂતળા નીચે કોતરેલા શબ્દો પર બંનેની નજર પડે છે. લેપોરેલો મોટેથી વાંચે છે : “જે દુષ્ટાત્માએ મારી કતલ કરી છે એનું વેર વાળવા માટે હું અહીં પ્રતીક્ષા કરું છું.” વાંચીને લેપોરેલો ગભરાઈ જાય છે પણ પોતાના ઉપર મુસ્તાક જિયોવાની પોતાને ત્યાં સાંજે ડિનર માટે આવવા પૂતળાને આમંત્રણ આપે છે. લેપોરેલો ચેતવે છે, “માલિક, રહેવા દો, આ તો સ્વર્ગમાંથી તમને ચેતવણી મોકલાવી લાગે છે.” અહંકારના નશામાં જિયોવાની કહે છે, “સ્વર્ગ જો મને ચેતવવા માંગતું હોય તો એણે મને બરાબર સમજાવવાની દરકાર કરીને વધુ સ્પષ્ટ શબ્દોમાં બોલવું જોઈશે; બોલ