પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
મોત્સાર્ટ અને બીથોવન
 


કિસ્સામાં તટસ્થ તપાસ પછી એવું ફલિત થયું છે કે બીથોવન જ ખોટો હતો. બીથોવને કરેલા એવા એક આક્ષેપનો બીથોવનના એક શિષ્ય ઝેર્નીએ પોતાની જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં વિરોધ કરેલો. બીથોવનનો એ આક્ષેપ એવો હતો કે વિયેનાનગરીએ એની સદંતર ઉપેક્ષા કરેલી. ઝેર્ની એનું ખંડન કરતાં કહે છે :

સાચી વાત સાવ જુદી જ છે. પહેલેથી જ એક અજાણ્યા યુવાન સંગીતકાર તરીકે બીથોવન તરફ વિયેનાવાસીઓ અને એમાંના શ્રીમંતો તો ખાસ એને માન અને ધ્યાન આપતા આવેલા. એના મિજાજી સ્વભાવ અને તોછડા વર્તનના અનુભવો પછી પણ વિયેનાવાસીઓનાં તેના પ્રત્યેનાં પ્રેમ અને માન યથાવત્ રહેલાં. વિયેના સિવાય બીજી કોઈ જ નગરી એની આવી ઉદ્ધતાઈ અને બદમિજાજી સાંખી લેત નહિ. એક કલાકાર તરીકે એ હરીફો સાથે ઝઘડતો, પણ જનતા એમાં સંડોવાતી નહિ. જનતા નિર્દોષ હતી. એને બિનશરતી પ્રેમ અને માન આપવામાં વિયેનાવાસીઓ કદી પાછા પડેલા નહિ.

વ્યક્તિગત ધો૨ણે એની સાથે મેળ પાડવો મહામુશ્કેલ હતો. એનાં બે લક્ષણો – બહેરાશ અને બેધ્યાનપણું – ને કારણે રોજિંદી વ્યવહારુ વિધિઓ અને ખાસ તો ઑર્કેસ્ટ્રા કે કોય૨ના કન્ડક્ટિન્ગમાં એને પારાવાર તકલીફ પડતી. પાંચમી સિમ્ફનીના રિહર્સલ્સ દરમિયાન 1808માં તો એણે ઑર્કેસ્ટ્રાને એટલી હદે ઉશ્કેરી મૂક્યો કે વાદકોએ શરત મૂકી કે રિહર્સલ્સ દરમિયાન બીથોવન ગેરહાજર રહે તો જ એની કૃતિઓ વગાડવામાં આવશે. ઊંચા સ્વરો તો કદી એને સંભળાતા જ નહોતા અને બીજું કે ચાલુ કન્ડક્ટિન્ગે એ વિચારોમાં ખોવાઈ જતો તેથી સમયની ગણતરીમાં ભૂલ કરીને ઑર્કેસ્ટ્રાને ખોટી સૂચનાઓ આપતો રહેતો. એના કોરલ ફેન્ટાસિયાના રિહર્સલ્સ દરમિયાન એક વા૨ એણે અધવચ્ચે ઑર્કેસ્ટ્રાને અટકાવીને નવેસ૨થી એકડેએકથી આરંભ કરવાની ફરજ પાડી. સ્વાભાવિક રીતે જ એનું આ વર્તન