પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૬૩
 


આળસ કે લુચ્ચાઈ ?

1815ના ફેબ્રુઆરીમાં સર જ્યૉર્જ સ્માર્ટે લંડનમાં ઑર્કેસ્ટ્રા માટેની બીથોવનની કૃતિઓ ‘ધ માઉન્ટ ઑફ ઑલિવ્ઝ' અને ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ને કન્ડક્ટ કરી. એ બંને કૃતિઓ બ્રિટિશ શ્રોતાઓમાં પ્રિય થઈ પડી અને સ્માર્ટને એમાંથી 1,000 પાઉન્ડનો ચોખ્ખો નફો થયો. લંડન ફિલ્હાર્મોનિક ઑર્કેસ્ટ્રા માટે ત્રણ નવા કૉન્સર્ટ ઑવર્ચર્સ લખી આપવા માટે એણે બીથોવનને કાગળ લખીને જણાવ્યું. આ માટે બીથોવનને કુલ 75 ગીની ચૂકવાશે એ પણ જણાવ્યું. પણ ત્રણ નવા ઑવર્ચર્સ લખી મોકલવાને બદલે બીથોવને પોતાની કારકિર્દીના પ્રારંભમાં લખેલા ત્રણ જૂનાં ઑવર્ચર્સ (‘કિંગ સ્ટેફાન’, ‘ધ રુઈન્સ ઑફ ઍથેન્સ’ અને ‘નેમેસ્ફિયર’) મોકલી આપ્યાં ! પોતાની ત્રીજી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ જેવી પ્રગલ્ભ, પ્રબુદ્ધ અને પક્વ કૃતિઓથી બ્રિટનમાં ખ્યાતનામ બનેલા બીથોવન માટે આ પગલું આત્મઘાતક અને નાલેશીભર્યું હતું ! આરંભકાલીન એ કૃતિઓમાં બીથોવનના સંગીતની વિશિષ્ટ છાપ સદંતર ગેરહાજર હતી. હવે જે ઊંચાઈએ એ પહોંચેલો એ જોતાં આ કૃતિઓ સાવ ઊતરતી કક્ષાની ‘'શિખાઉ’ હતી. સર જ્યૉર્જ સ્માર્ટ અને લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીના સભ્યો ક્રોધે ભરાયા; અને એમણે પેલી જૂની કૃતિઓ વગાડવામાં કોઈ દિલચસ્પી લીધી નહિ.

વધુ અરુચિકર પ્રસંગો

બ્રિટિશ નાગરિકો સાથે ધંધો કરવાથી એને ભલે નાણાકીય દૃષ્ટિએ ખરેખર ફાયદો થયો, પણ એથી બ્રિટિશ નાગરિકોને તેને માટે કોઈ માનની લાગણી થઈ નહિ, 1816માં બ્રિટિશ પ્રકાશક બિર્ચેલે તેના ‘સોનાટા ઇન G માઇનોર ફૉર વાયોલિન’, સાતમી સિમ્ફની અને ‘ધ બૅટલ ઑફ વિત્તોરિયા’ના પિયાનો માટેના અનુવાદના બ્રિટન પૂરતા પ્રકાશનના હક્ક તેની પાસેથી 65 પાઉન્ડમાં