પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
નેતાજીના સાથીદારો
 

વ્હાલા જાગીર

જયહિંદ

હું આશા રાખું છું કે તેં જે કાંઇ પૂછાવ્યું છે તેનો જવાબ તો તને આ સાથેના હુકમમાંથી મળી ગયો હશે. બીજાના જવાબ તો હું આવતી કાલે આવીશ, ત્યારે આપીશ. હું આજે જ આવવાનો હતો, પણ ગઇ રાત્રિના મારે અચાનક કેટલીક રક્ષણ હરોળની તપાસ માટે જવું પડ્યું. ત્યાંથી પાછા ફર્યા પછી હું ઘણો થાકી ગયો હતો. એવો થાકી ગયો હતો કે મારી જિંંદગાનીમાં હું ક્યારેય એવો થાક્યો નથી. મેજર શંકરે મને આજે ઈંંજેક્શન આપ્યું છે. જો કે એ કોર્સ પૂરો કરવા માટે હજી મારે બાર લેવાનાં રહે છે, પણ માત્ર થોડાંક જ મળી શકે તેમ છે. આવતી કાલે હું એક વધુ ઈંજેક્શન લઈશ મારે ‘જી’ કાર્ય પણ સુપ્રત કરી દેવું પડ્યું છે.

૪૨૧ અને ૪૨૩ યુનીટના સ્વાગત અને વિદાય માટેની જરૂરી ગોઠવણો કરવા માટે હું મોહીન્દ્રસીંગને મોકલું છું. તેમ જ મેજર વાટસનાથે સાથે નૌન્ગુ ખાતે મોકલું છું. દુશ્મનોનો બરાબર મુકાબલો કરે તેવી રીતે એ યુનીટોની ગોઠવણ થાય એ જોજો. આવતી કાલે હું ચોક્કસ જ આવીશ.

તમારો
(સહી) જી. એસ. ધીલોન
 


તા. ૧૮ માર્ચ ૧૯૪૫નો ‘જંગનો હેવાલ’ કર્નલ ધીલોનની સહીથી જે લખાયો છે તે હેવાલ આઝાદ હિંદ ફોજના વીરત્વની અમર ગાથા સમો છે એ હેવાલમાંની કેટલીક વિગતો અહીં રસપ્રદ થઇ પડશે એમ માનીને આપવામાં આવી છે.

ઉતર પશ્ચિમ તરફથી દશ વાગે દુશ્મનોએ આપણા મથકો પર સખ્ત બોંબમારો શરૂ કર્યો. એ વખતે ‘એ’ કંપનીની નિરીક્ષક ટુકડીના હવાલદાર નાઝીરસીંગ કંપનીના વડા મથકેથી એક