પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯


૬૦, મહામાયાનો રાસ




નભકુળ ફૂદડી ફરે રે લોલ,
નવલખ તારલીઓને ઘોર
નભકુળ ફૂદડી ફરે રે લોલ.

ત્રિકાળની તાળી પડે રે લોલ,
મહામાયા રમણ ચ્હડે રે લોલ,
ટહુકે પદઝાંઝરના મોર
નભકુળ ફૂદડી ફરે રે લોલ

ચન્દની અમૃત ઝરે રે લોલ,
વીજળી વીંઝણ કરે રે લોલ,
ઝબકે નયનકમળની કોર
નભકુળ ફૂદડી ફરે રે લોલ

ત્રિલોકથી નીકળી રે લોલ,
સહિયર ટોળે મળી રે લોલ,
ગજવ્યો લોકલોક મહાશોર
નભફળ ફૂદડી ફરે રે લોલ.