પૃષ્ઠ:Pankaj.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધનિક હ્રદય : ૯૩
 


અને હું જાણતો હતો કે આ સગાને અને આ મિત્રને મન્મથે એટલી કમાણી કરાવી આપી હતી કે તે કમાણીના આધાર ઉપર તેઓ સારી સ્થિતિ ભોગવતા. મન્મથ ઉડાઉ હતો એટલે કોઈની પણ કાળજીને પાત્ર નહોતો એવો દેખાવ સહુ કરતા. પરંતુ એના ઉડાઉપણમાંથી તેમણે સારી મિલકત ભેગી કરી હતી એ બધા ય ભૂલી જતા.

હું પણ મારી નોકરી અને ગૃહસંસારમાં ગૂંથાઈ ગયો હતો, એટલે મન્મથને બહુ યાદ કરવાની ફુરસદ મેળવી શકતો નહિ. દૃષ્ટિથી દૂર એ હૃદયથી પણ દૂર : એ કહેવત ખરી લાગે છે. જીવનમાં જુદે જુદે વખતે માનવીને જુદા જુદા સ્વાર્થ વળગે છે. નવા સ્વાર્થને પડખે જૂના સ્વાર્થ છેક વિસારે નહિ તો અંધારામાં તો પડી જ જાય છે. નોકરીમાં આગળ વધવાની, ઉપરીઓને ખુશ રાખવાની, પૈસા બચાવવાની અને બાળકોને ભણાવવાની જંજાળમાંથી હું ભાગ્યે જ ઊંચો આવતો, એટલે મન્મથની યાદ સ્વપ્ન સરખી ઊગી આથમી જતી.

એક દિવસ સંધ્યાકાળે હું બહુ ભીડ વાળે રસ્તે થઈ ચાલ્યો જતો હતો. મારે ઉતાવળનું કામ હતું. સામે આવતાં માણસનાં ટોળામાંથી મન્મથનું મુખ એકાએક દેખાયું હોય એવો મને ભાસ થયો. અને હું વિશેષ તપાસ કરું તે પહેલાં તો તે અદૃશ્ય થઈ ગયું. મારું હૃદય ધડકી ઊઠ્યું. આટલે વર્ષે દૃષ્ટિએ પડેલો મિત્ર વગર મળ્યે ગુમ થશે કે શું ? મારી આંખમાં તેજી આવી, અને પગમાં જોર આંવ્યું. ઝડપથી મેં ટોળાંને જોઈ લીધું, પાછાં ફરતાં માણસોને પણ હું જોઈ વળ્યો. નજીકના એક નાના ખાંચામાં કારણ વગર મેં નજર ફેંકી. ઝડપથી એકલો એકલો ચાલ્યો જતો પુરુષ મન્મથ તો નહિ હોય? ચાલ એની જ હતી. મોટો રસ્તો મૂકી એ ગલીમાં કેમ વળ્યો? મને પણ તેણે જોયો જ હોવો જોઈએ. શા માટે તે ઊભો રહ્યો ? એમ વિચાર કરતો હું બહુ જ ઝડપથી તેની પાછળ ગયો. સહેજ દૂર રહ્યો એટલે મેં બૂમ પાડી : 'મન્મથ !'

તે પુરુષ ઊભો રહ્યો. તેણે પાછું જોયું. ખરે, એ મન્મથ જ