પૃષ્ઠ:Pankaj.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવતા : ૧૧૩
 

'કઈ ટીકા ?'

'કેમ ભૂલી જાય છે? મારી કવિતામાં માનવતા નથી એ હું સ્વીકારું છું.'

'પણ આ સંગ્રહમાં તો માનવતા ઊભરાય છે. મેં છપાવતાં છપાવતાં બધાં કાવ્યો એ વિવેચક તરફ મોકલ્યાં હતાં. તેમનો અભિપ્રાય હું કહું છું; મારો નહિ.'

'તેમનો અભિપ્રાય લેખિત છે?'

'હા'

'ક્યાં છે?'

'કંઈક મુકાઈ ગયો છે, પણ તેની જરૂર નથી. આજે તેઓ જાતે આવી તમને રૂબરૂ અભિપ્રાય આપશે.'

'એમ? એ વિવેચક કોણ છે?'

'તે તો મને એ ખબર નથી. મેં તો પેલા માસિકના તંત્રીને પાનાં મોકલ્યાં હતાં, અને તેમણે એ વિવેચકને પહોંચાડ્યાં હતાં. હજી નામની ખબર નથી.'

'એ ક્યારે આવનાર છે?'

'સાંજે ચારેક વાગ્યે.'

સનતકુમારનાં કાવ્યોમાં છેવટે માનવતાનો સ્વીકાર થયો ! એટલું જ નહિ, પણ એ તલસ્પર્શી ઉદાર વિવેચક જાતે આવી માનવતાનો સ્વીકાર કરી, સનતકુમારને કવિસમ્રાટ તરીકે જાહેર કરે એ વિચારે સનતકુમારમાં સ્ફૂર્તિ પ્રેરી. ચાર વાગવાની રાહ તેમણે જોવા માંડી. ત્રણ વાગ્યાથી તેમણે સ્વચ્છ કપડાં પહેરી લીધાં. રોજનું રેઢિયાળપણું પહેરવેશમાંથી અદશ્ય થઈ ગયું હતું.

ચાર વાગ્યા અને શ્વેત વસ્ત્રોમાં દીપતી સુહાસિનીએ લેખનગૃહમાં પગ મૂક્યો. તેણે સાદાં જ વસ્ત્રો પહેર્યાં હતાં; પરંતુ વસ્ત્રોને અનુકૂળના ફૂલના ગજરા સાથે બાંધ્યા હતા. તેના હાથમાં ચાનો સરસામાન હતા. સનતકુમારની સામે બેસી તેણે ચાની તૈયારી કરવા