પૃષ્ઠ:Pankaj.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદા : ૧૪૩
 

'રસ્તો જરા સંભાળવા જેવો છે.' ફાનસ મૂકતેમૂકતે જમાદારે કહ્યું.

'વાઘવરુ તો નથી ને?' મેં હસીને પૂછ્યું.

'ના રે ના. એ તો વખતે કાંઈ ચમક હોય.'

'ચાંદનીની ચમકમાં બધી ચમક હોલવાઈ જશે.' કહી હું આગળ ચાલ્યો.

બન્ને પાસનાં ખેતરોમાં ચંદ્રતેજ ઊભરાતું હતું. સમીરની લહરીમાં આછા આછાં ડોલતાં વૃક્ષ પણ તેજ પીને મસ્ત બનતાં હતાં. પવનનો આછો સુસવાટ, અને ન સંભળાય એવો તમારાંનો રવ બે ભેગાં મળી જગત જાગતું હોવાનો ભ્રમ પેદા કરતાં હતાં ગામડાંની રાત એટલે એકાંત. દિવસે જ વસતિનો ભાર ન લાગે તો રાત્રે તો ક્યાંથી જ લાગે ? પાંચદસ ક્ષણ હું ચાલ્યો એટલામાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. હુ આનંદમાં આગળ વધ્યો.

મારાથી થોડે દૂર રસ્તામાં જ મેં એક ચમકારો થતો જોયો. એકાએક મારા પગ ચાલતા અટકી ગયા. શું હશે | ધારીને જોતાં જણાયું કે એક સ્ત્રી માથે બેડું મૂકી આગળ ચાલી જતી હતી એ ઊજળાં બેડાંનો ચમકાર મારી આંખને ઝંખવતો હતો.

મને નવાઈ લાગી. આ વખતે એ સ્ત્રી આ બાજુ પાણી ભરવા કેમ જતી હશે ? તે સ્ત્રીના કરતાં મારી ચાલમાં વધારે ઝડપ હતી એટલે હું તેની લગોલગ આવી પહોંચ્યો. તેને પણ લાગ્યું કે કોઈ માણસ તેની પાછળ આવે છે, એટલે મુખ ફેરવી તેણે મારી સામે જોયું, અને તત્કાળ ઘૂમટામાં મુખને સંતાડી દીધું.

છતાં એ મુખ એક ક્ષણ માટે મારી નજરે પડ્યું, અને મને ચંદ્ર સાંભર્યો. ખરે, એ ગામડિયા ઘૂમટામાં સંતાયેલું મુખ ચંદ્રનું સ્મરણ કરાવે એવું સુંદર હતું. ગામડાંની સ્ત્રીઓમાં સૌન્દર્ય હોઈ શકે છે એ હું જાણું છું. પરંતુ આટલું બધું રૂપભર્યું મુખ મેં