પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૧૭
 


'કહો સાહેબ, પોલીસખાતાને મારો શો ખપ પડ્યો?’ મુખ્ય શિક્ષકે પૂછ્યું.

'આપનો ખપ હવે ઘણો ગમશે.'

'વિદ્યાર્થીઓએ ફાનસ ફોડ્યાં? કે કોઈ પોલીસ તરફ પથરા ફેંક્યા?'

'એવા ગુના અમે ચલાવી લઈએ છીએ. હું એક માહિતી મેળવવા આવ્યો છું.'

'જાણું છું એટલું સાચેસાચું કહીશ.'

'રતિલાલ નામના શિક્ષક તમારી શાળામાં છે?'

'હા જી. એક વરસ થયાં અહીં છે.’

'એના સંબંધમાં તમારો શું મત છે ?'

'એને માટે મારો બહુ સારો મત છે. અમારા સારામાં સારા શિક્ષક તરીકે હું એને ગણું છું.'

'એનામાં કાંઈ વિચિત્રતા છે?'

'ના ભાઈ. પહેરવે ઓઢવે ઘણો ચોખ્ખો; વાતમાં બહુ સભ્ય; વિદ્યાર્થીઓને બહુ જ પ્રિય અને શિક્ષણમાં ઘણો જ ચોક્કસ.'

અમલદાર જરા ગૂંચવાયો; પછી તેણે કહ્યું :

'માસ્તરસાહેબ, આપને કોઈ એમ કહે કે રતિલાલે ખૂન કર્યું છે, તો આપને શું લાગે ?'

'ખૂન ? રતિલાલે ? નવાઈની વાત.' શિક્ષક ખુરશી ઉપરથી ઊછળી બોલ્યા. અમલદારે શિક્ષક ઉપરની અસર નોંધી લીધી, મનમાં જ. કાં તો રતિલાલ ઘણો સારો હોય, અગર પોતે ઘણો સારો છે એવી છાપ પાડી, આરોપમાંથી ઊગરી જવાની તૈયારી રાખનાર એક બુદ્ધિમાન ઠગ હોય !

‘દુનિયામાં ઘણી નવાઈઓ બને છે એ તો આપ જાણો જ છો.' અમલદારે કહ્યું.

' હા જી, અને તેમાં આ તમારા સિનેમાએ તો સત્યનાશ