પૃષ્ઠ:Pankaj.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮: પંકજ
 


'તે સરકારને માથા વચ્ચે વાટ પાડવી હોય તો મુખત્યાર છે, પણ હજી દીવાની અદાલતો બંધ થઈ નથી.'

'સરકારનો ઈરાદો સમજવામાં તમે ભૂલ કરો છો, શેઠ ! બીજી હવેલી બંધાય એટલું તો તમને વળતર મળે છે.' સાહેબે શાંત પાડતાં કહ્યું.

'અરે, એ ઉપરાંત હું મારો નવો બંગલો શેઠને આપી દઉં, પછી કાંઈ?' જયરામ મિસ્ત્રી બોલી ઊઠ્યા.

હરિવલ્લભ શેઠ જરા વિચારમાં પડ્યા. હવેલી નાદુરસ્ત થતી જતી હતી. દસેક વર્ષથી વ્યાપારમાં મંદી ચાલતી. એકાદ વર્ષ આવી ને આવી સ્થિતિ ચાલુ રહે તો હવેલી ગીરો મૂકવાનો પ્રસંગ આવે એ શેઠ ચોક્કસ સમજતા હતા. શેઠ લડે નહિ એ અર્થે હવેલીની સારી કિંમત કલેક્ટરે મિસ્ત્રી પાસે વળતરમાં મુકાવી હતી. ઉપરાંત મિસ્ત્રીએ તાજો બંધાવેલો પચીસેક હજારની કિંમતનો બંગલો પડ્યો જડતો હતો. હવેલી – જીર્ણ હવેલીનો મોહ રાખ્યા કરવો? કે આવા લાભદાયક બદલાને સ્વીકારી લઈ કલેક્ટર સાહેબને ખુશ કરવા ? આ બે પ્રશ્નો શેઠના હૃદયમાં રમતા થઈ ગયા.

'નહિ નહિ, મિસ્ત્રી ! તમે અતિ ઉદાર ન થાઓ. જે આપવા ધાર્યું છે તે ઓછું નથી. બંગલો તે આપી દેવાય?' કલેક્ટર સાહેબ પણ મિસ્ત્રીની ઉદારતા જોઈ ખમચ્યા. મિસ્ત્રીને શિખામણ આપવાની ફરજ તેમને પણ વિચારવી પડી.

'અરે સાહેબ, આપની મહેરબાની હશે તો કાલે બીજો બંગલો તૈયાર કરી દઈશ. મારો બંગલો હરિવલ્લભ શેઠ વાપરે એમાં હરકત નહિ. એ કાંઈ પારકા ઓછા છે? પણ સાહેબ, બગીચો તો આપના નામનો થવો જ જોઈએ. શેઠ સમજે તો વહેલો પાર આવે.' મિસ્ત્રી બોલ્યા.

એ જ પ્રસંગે સાહેબના મદદનીશ, મામલતદાર, સુધરાઈના બે સભ્ય અને ગામના બે આગેવાનો આવી પહોંચ્યા. હરિવલ્લભ શેઠને