પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચા હોય તો આપોને!)

"હવે ભૈ, ભલાં થઈને ઝટ પ્યામ ત્વા કરો ને! ટાળો ને અંહીથી!" પેલા બેમાંથી એક બર્મી ગુજરાતીનું ખીચડું બાફ્યું: "મારો સાળો આ તે કાંઈ દેશ છે કાંઈ દેશ! આ બેહાલ દશામાં પણ હજી આપણને ખંખેરવામાં કાંઈ કમીના નથી રાખવી! ઈંગોનથી આંહીં ટમુ લગી છ દિવસને રસ્તે એક પણ ગામડું માગ્યા વગર રહ્યું છે! એક પણ બરમો એમ પૂછવા આવ્યો છે કે બાબુલે, કાંઈ જોઈએ છે? ચાવલ કે દૂધ લાવી આપું? ગાડાં બાંધી આપું? ઊલટાના આપણાં ગાડાં લૂંટ્યાં આપણને પૂછપરછ કરી રંજાડ્યા..."

"હવે એ કાણ્ય મૂકો, અને આમ જુઓ." એના સાથીએ આથમણી દિશાએ અનંત અમાપ એવો ગિરિમાળાનો ગઢ બતાવતા કહ્યું.

"આ શું?" પેલા ભાઈએ પૂછ્યું.

"બસ, આ જ નાંગા પહાડો."

"ઓહો! ત્યારે તો આની પછવાડે જ આપણો હિંદુસ્તાન."

"હં-અં! પછવાડે જ! એટલે કાંઈ વંડી ટપવા જેવી વાત નથી. પાકા છ દિવસનો ચડાવ ઉતાર છે! ને શેઠ ઝટ ઝટ આ નાંગાઓને મજૂર રાખી લઈએ. નહીંતર રઝળશું."

"નાંગા સામે આવ્યાં છે, એમ ને! તયેં તો હાશ! તયેં તો હવે આ ભમરાળી ભૂમિમાંથી છૂટ્યાં! કરી છે ને કાંઈ માથે! ડુંગળી ને ભેંસના દૂધ સિવાય કાંઈ મળે જ નહીં ને! એક એક વીસા દૂધના (૩ ૧/૨ શેરના)બાર બાર આના! અરે તારીજાતનું મિકૂન!"

(મિકૂનો એટલે ભેંસનું દૂધ, મિકૂ : ભેંસ; નો : દૂધ)

"અરે ભાઈ !" સાથીઓએ કહ્યું, "જંગલમાં તો એટલુંયે મળ્યું કહો ને! પણ મોલમીન-રંગૂનની આગબોટમાં તો કહે છે કે મૂઠીમૂઠી ચણા સિવાય કંઈ ખાવાનું છ-છ દિવસ નથી મળ્યું, અને મૂઠીમૂઠી ચણાના મૂઠીમૂઠી રૂપિયા ચૂકવવા પડ્યા છે."

"ઓલ્યા બેઠી યુ.પી વાળા ભૈયા. ઈ તો ઇવડા ઈ જ ને, જેના