પૃષ્ઠ:Prathmik Shalama Shikshak.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
પ્રાથમિક શાળામાં શિક્ષક
 
પ્રાથમિક શાળામાં શિક્ષક
૭૩
 

Dગીત ચારિત્ર્ય બાલમંદિરના શિક્ષકોને પોતાનાં કપડાં સ્વચ્છ રાખવાં. પોતાના વાળ, હાથ, મ્હોં, આંખ અને કાન સ્વચ્છ રાખવાં; નખ વધવા દેવા નહિ. મુખ ઉપર હંમેશાં પ્રસન્નતા રાખવી. એ પ્રસન્નતા અંતરની પ્રસન્નતા પ્રતિચ્છાયા રૂપે જોઈએ. પ્રસન્નતા ધારણ તો કરવી જ નહિ. આપણે બાળકને ઢોંગી બનાવવો નથી. શાંતિ અને ગંભીરતા પ્રસન્નતાનાં વિરોધી નથી. એ બન્ને શિક્ષકના મ્હોં પર સ્પષ્ટ રીતે દેખાવાં જોઈએ. જેને નારાજ થવાની ટેવ હોય, જેને ક્રોધે ભરાવાની ટેવ હોય, તેણે વારંવાર પોતાનું મ્હોં કાચમાં જોઈ લેવું. આંખ ફાટેલી રહેવી, ભવાં ચડેલાં રહેવાં, હોઠ દબાયેલા રહેવા, અને વાળ ઊભા થયેલા રહેવા એ નારાજી અને ક્રોધની નિશાની છે. પ્રસન્નતા કે અપ્રસન્નતા, રાજી કે નારાજી, છાનાં રહેતાં નથી. માણસનું મ્હોં એ બધાની ચોખ્ખી આરસી છે. ક્રોધી શિક્ષકનું બાળક ક્રોધનું શિક્ષણ લે છે. હૃદયના ઊંડાણમાં છુપાવી રાખલો ક્રોધ પણ બાળક કોણ જાણે કેમ, સમજી શકે છે. ક્રોધે ભરેલો માણસ શિક્ષણ આપવા અસમર્થ નીવડે છે. તેની બુદ્ધિ સ્થિર રહેતી નથી; મગજ શક્તિ વિકૃતિને પામે છે. બાળકને મારવું. ચૂપ રહેવું, જોરથી ઉપાડવું, દાબવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ મરજી વિરુદ્ધ લઈ જવું, માગણી સ્વીકારવી, કંઈ લઈ લેવું, એવું-એવું ક્રોધને લીધે વારંવાર બને