પૃષ્ઠ:Pratimao.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ આવશે!
113
 

તમારે દેશ ગયા, ત્યારે કહેતા ગયા છે કે ચકલાં પાછાં માળા ઘાલશે ત્યારે હું આવી પહોંચીશ, હવે એમના ગયા પછી અહીંનાં ચકલાંએ તો બબ્બે વાર માળા ઘાલી નાખ્યા, તો પણ એ આવ્યા નહીં. ને એ જૂઠું તો બોલે જ કેમ? તમારા દેશના માનવી કંઈ આવું જૂઠું બોલે કદી? ત્યારે કેમ ન આવ્યા? તમારા દેશમાં...”

“બાઈ!" પરદેશી એલચીએ આ સ્ત્રીની મીઠી ભ્રમણાને ભાંગવાની હામ ન ભીડી: “તમારી કલ્પના સાચી છે. અમારા દેશમાં તો ચકલાં ત્રણ-ત્રણ વર્ષે માળા નાખે છે.”

“બસ, બસ.” ચુ-ચુ-સેનની આંખો હર્ષાશ્રુમાં ના'વા લાગીઃ “હવે . મને સમજાયું. ઘણી મોટી મહેરબાની થઈ તમારી, એલચી સાહેબ ! ઘણો અહેસાન તમારો.”

ઝૂકી ઝૂકી નમન કરી જ્યારે ચુ-ચુ-સેન દીકરાને ચૂમીઓ કરતી, નાનો પંખો ફરફરાવતી ને દુપટ્ટાના છેડા ઝુલાવતી ઑફિસની બહાર ચાલી ગઈ,ત્યારે વિદેશી એલચી ધરતી સાથે જડાઈ ગયા જેવો થંભી ગયો હતો. તિરસ્કાર, મશ્કરી અને વિસ્મયને બદલે એની આંખોમાં અનુકમ્પા ગળતી હતી.

[6]

ફરી એક વાર સાગર-સુંદરીના સાળના સળ લહેરે ચડ્યા હતા. ફરી એક વાર આથમતો સૂર્ય એ સાળુ ઉપર ટીબકીઓ ચોડતો હતો. સાત નૌકાઓનું એનું એ જૂથ ઝૂલણ-ગતિએ ચાલ્યું આવતું હતું.

"દાસી ! જો આવ્યાં, વહાણ આવ્યાં, એનાં વહાણ આવ્યાં.” એવા હર્ષોાદ્‌ગાર મચાવતી ચુ-ચુ-સેન ઘેલી થઈને ઘરમાં દોડાદોડ કરવા લાગી. બારીનાં બારણાં એણે ઉઘાડાં ફટાક મૂકી દીધાં. દીકરાને તેડીને બારી પર ઊભો રાખ્યોઃ “જો આવે, જો બાપુ આવે, જો એના વહાણના વાવટા દેખાય." એવું કહીને અઢી વર્ષના કીકાને દરિયા પરનો કાફલો દેખાડવા લાગી.

પાછી એ ઘરમાં દોડીઃ “દાસી, જા ઝટ, તું ફૂલોના હાર, સુગંધી