લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pratimao.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-પ્રદીપ
145
 

કિનારો ભાળી જાય છે. માયકાંગલા શરીરવાળો એ મુલિસ અખાડાની અંદર લંગોટ પહેરવા પેઠો ત્યારે ત્યાં સજ્જ થતાં કદાવર, પલીત ખેલાડીઓને દેખી એનું લોહી થીજી ગયું.

જેની સાથે ઈનામની અરધોઅરધ વહેંચણીનો કરાર કરેલો તે ખેલાડીને કોઈક અકસ્માતને કારણે આ મુફલિસ ભાઈની જોડીમાંથી ખેસવવામાં આવ્યો. એને બદલે મુફલિસે એક બીજા જણને દીઠોઃ મનુષ્યાવતારમાં કેટલાક દીપડા જન્મે છે તેવો વિકરાળ અને ખૂનભર્યો.

"કાં દોસ્ત ! આપણે બે જણા ભાગે પડતું વહેંચી લઈશું ?” મુફલિસે પ્રસ્તાવ મૂક્યો.

જવાબમાં દીપડા-સ્વરૂપ પ્રતિસ્પર્ધીએ ડોળા ઘુરકાવ્યાઃ “હું ઈનામ સારુ નથી આવતો અહીં. ઇજ્જત સારુ આવું છું.”

તે દિવસના જલસાએ મુફલિસને મરણતોલ કરી મૂક્યો. અરધી રાતે એણે ડગલાં ભર્યા ત્યારે પ્રભાતે ચૂકવવાના રૂ. 50માંથી એકાદની કરકરિયાળી કોર પણ નહોતી દેખાતી.

[6]

"કોણ, મારો દિલજાની તો નહીં?” કહીને એની બાજુએ લથડિયાં લેતાં એક આદમીએ એની સામે જોયું.

એ હતું શરાબખાનાનું દ્વાર, ને એ ગૃહસ્થ હતા પેલા શરાબી શ્રીમંત. દારૂએ એને એના દોસ્તની પિછાન દીધી. દોડીને એ દિલજાનીને ગળે ભેટી પડ્યો.

મદિરાનાં વખાણ સાવ જૂઠાં તો નથી જણાતાં.

“અરે જિગર ! અરે મારા કલેજાના ટુકડા !” શ્રીમંત-હર્ષઘેલો થયો: “તું ક્યાં હતો? મને મૂકીને તું ક્યાં ગયેલો?”

"તમારા માણસોએ ધમકાવીને કાઢેલો; તમારા કહેવાથી !”

“મારા કહેવાથી? હોય નહીં. હું કહું નહીં હું સાચો હું તો અત્યારે જ હોઉં છું ! સવારને પહોરે તો, યાર, હું ગુમસાન બની જાઉં છું. મને માફ કર. ચાલ ઘેર ચાલ, મારા જિગર ! ચાલ મારા કલેજા.”