પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

સર્વ વાનર સૈન્યના હર્ષનો પાર રહ્યો નહિ. રામે અતિ આનંદથી સીતાનો સ્વીકાર કર્યો.

અયોધ્યાગમન

હવે ચૌદ વર્ષ પૂરાં થવાને પણ વાર ન હતી. વિભીષણે પોતાનું પુષ્પક વિમાન સજાવી સર્વેને અયોધ્યા પહોંચાડવા તૈયારી કરી. પોતે અને વાનરો પણ રામની સાથે અયોધ્યા જવા તૈયાર થયા. વિમાન આકાશમાર્ગે ઉડ્યું, અને થોડા વખતમાં કોસલ દેશ નજીક આવી પહોંચ્યું. અયોધ્યા દૃષ્ટિએ પડતાં જ સર્વે એ પોતાની પુણ્ય માતૃભૂમિને નમસ્કાર કર્યા. ભરદ્વાજ આશ્રમનાં દર્શન કરવા સર્વે વિમાનમાંથી પૃથ્વી પર ઉતર્યાં. એક દિવસ ત્યાં રહી બીજે દિવસે સર્વે એ અયોધ્યા જવાનું ઠરાવ્યું. આગળથી ભરતને સૂચના આપવા અને તેના મનોભાવની પરીક્ષા કરવા રામે મારુતિને આગળ મોકલ્યા. હનુમાને ભરતને એક અરણ્યમાં, વ્રતથી સુકાઇ ગયેલા, શિર પર જટાના ભારવાળા, પ્રત્યક્ષ ધર્મની મૂર્તિ હોય એવા નિહાળ્યા. રામના આગમનના શુભ સમાચાર સાંભળતાં જ ભરતને આંનદના આવેશથી મૂર્છા આવી ગઇ. થોડી વાર પછી સાવધ થઇ એ હનુમાનને જોરથી ભેટી પડ્યા, અને એને હજાર

૫૮