લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બોલીનો કોષ
195
 

દૃશ્ય: દિશા
દસ્તો: ભોગળ
દહાડી: રોજિંદી મજુરી
દાખડો: મહેનત
દાગવું: પેટાવવું, સળગાવવું
દાણઃ વેરો
દાણિયા: દાવ
દાણિગરઃ કરજ
દીમની : દિશામાં
દૂડદમંગળ : મોટી
દૂધમલિયું: દૂધ ખાઈ ખાઈને જોરાવર ને કાંતિવાન થયેલું
દૂધિયું: ઠંડાઈ (બદામ, તરબૂચનાં બી, ખસખસ, તીખાં, ગુલાબની સૂકી પાંખડી વાટી-પલાળીને ખાંડ ઉમેરીને ઉનાળામાં પિવાનું દૂધનું પીણું)
દેકારા: શૌર્યોત્તેજક હાકલા
દોઢી : દરવાજાની ડેલીના નીચેના બંને ઓટલા
દોઢ્ય : વચ્ચેથી બેવડાવેલું
ધડકી: ગોદડી
ધધડાવવું : ઠપકો દેવો
ધમાકા દેતી : વેગવંત ગતિથી
ધમેલ : ધગાવેલ
ધરપતઃ ધીરજ
ધરવવું : તૃપ્ત કરવું
ધરાવું: તૃપ્ત થવું
ધા : નિસાસો
ધા નાખવી : દુઃખ પડ્યાના પોકાર કરવા, ધાપોકાર કરવો
ધામોડા : અવાજ

ધાર : નાની ટેકરી
ધારોડા: ધારાઓ
ધીંગા: જાડા, મજબૂત
ધીંગાણું: લડાઈ
ધૂડિયું વરણ : ધૂળમાંથી અન્ન પકવે એ વર્ગ, ખેડૂતો
ધૂંધળઃ ધૂલિ-ધૂરાર, ધૂળ ઊડવાને લીધે ભૂખરો થયેલો
ધોખો : મનદુઃખ
ધોબોઃ એક હાથનો ખોબો
ધોમચખ : ખૂંખાર
ધોમ તડકો : સખત તાપ
ધોળી શેરડીઃ ભરૂચી દેશી શેરડી
ધાગડિયું : મજબૂત
ધ્રાસકો : ફાળ
ધ્રોપટઃ વેગથી
ધ્રોપટ: સોંસરવઢ, આરપાર
નખ્ખેદ: તોફાની
નગરનો ફાળિયો : વીસ હાથનું જામનગરમાં વણેલું માથાબંધણું; તેના વણાટવાળા કાળા છેડામાં સોનેરી તાર વણેલા હોય છે.
નરપલાઈ : હરામખોરી
નવઘરું: પાઘડી
નવા દીઃ નવરાત્રિથી માંડી દિવાળી સુધીના દિવસો
નળગોટાં : ગળાનો હરડિયો
નળો (હાડકાનો) : પગનું હાડકું
નળ્યા : ઊંડો ને સાંકડો રસ્તો
નંદવાય (ચૂડલી) : સધવા નારીની ચૂડલી તૂટે તેને ‘નંદવાય’ કહેવાય. (‘તૂટવું’ એ અ-મંગળ શબ્દ હોઈ વૈધવ્ય વખતના ચૂડીકર્મનું સૂચન કરે છે.)