પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
210
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

પચીસનો પીર : અનેકનો આધાર
પડદે નાખવું : જખમી થયેલાને પરદેનશીન કરી દવા કરવી (કોઈનો પડછાયો પડે તો દર્દીનું અનિષ્ટ થાય માટે પરદો)
પડો વજડાવવો : ઢંઢેરો પિટાવવો, જાહેરાત કરવી.
પલા ઝાટકવા: દાઢીના વાળના કાતરાને ગર્વથી ખંખેરવા (મૂછો આમળવાની માફક આ ક્રિયા પણ મરદાનગીની સૂચક છે.)
પાકી અવસ્થાએ નવું ઘર : વૃદ્ધ વયે નવું લગ્ન
પાછો થયો : મૃત્યુ પામ્યો.
પાટિયુંને મૂછો આવવી : ભેંસો નિર્ભય ચરી ખાય તેવી તેના માલિકની શક્તિ બનવી
પાટીએ ચડેલી (ઘોડી) : પૂરપાટ દોડતી
પાડાના કાંધ જેવો ગરાસ : અત્યંત કાળી અને ફળદ્રુપ જમીન. પાડાની કાળી અને હૃષ્ટપુષ્ટ ગરદન એ ફળદ્રુપતાનો સચોટ ખ્યાલ આપે છે.
પાણી ઘેરવું : ઘોડાને પાણી પાવું.
પાણી જોવું : જોમની પરખ કરવી
પાણીનો કળશિયો લઈ ઊભા રહેવું : દુશ્મનોથી ગામનું રક્ષણ કરવા યથાશક્તિ યુદ્ધ કરવું
પારણું કરવું : ઉપવાસ પછી આહાર કરવો
પારોઠનાં પગલાં : પીઠ બતાવીને ભાગવું
પાવલી પાવલી આપી વહેવાર કરવો : જેમ લગ્ન પ્રસંગે. ચાંદલો અપાય તેમ ઉત્તરક્રિયા વખતે પાવલી આપવાનો રિવાજ, મેલણું.
પાંજરામાં પોપટ પુરાયા જેવું : સાસરિયામાં સોનાને પાંજરે કેદ થયા જેવું
પેટ (તરવાર) નાખવી : પેટમાં ઘોંચીને મરવું

પેટમાં ટાઢો શેરડો પડવો : પેટમાં ઠારપ થવી, ગર્ભ રહેવો, ઓધાન રહેવું
પોણાસોળ આના ને બે પાઈ : લગાર પણ ઊણપ (એક રૂપિયામાં એક પાઈ ઓછી)
પોત પ્રકાશવું : સાચું સ્વરૂપ છતું કરવું
પોતાની થાળીમાંથી કોળિયો લેનાર : સગા ભાઈ જેવા, ગ્રાસિયા [એક થાળીમાંથી ‘ગ્રાસ’ (કોળિયો) લેનારા, તેના પરથી ગરાસિયો]
પ્રસવો મેલવો : દુધાળું ઢોર પોતાના આઉમાંથી દૂધને છૂટું મૂકે અને દોહવા આપે તે
ફટકી જવું : ચસકી જવું
ફાટીને ધૂંવાડે ગયેલ : બહેકી ગયેલ
(સ્ત્રીએ) કૂલ સૂંધવું : ફૂલનો પરિમલ લેવો, ગર્ભ ધારણ કરવો. (લોકજીવનમાં ફૂલ સૂંઘવાની ક્રિયા એ જાતીય સરામાગમની ક્રિયાનું પ્રતીક છે.)
ફેર ભાંગવો : અંતર કાપી નાખવું; આગળ નીકળી ગયેલા હરીફને પકડી પાડવો
બથમાં ઘાલીને : બે હાથે બાથ ભીડીને
બબ્બે કટકા ગાળો કાઢવી : ઘણા જ ખરાબ અપશબ્દો કહેવા.
બહુ નો દાઢીએ : મરમનાં વેણ ન બોલીએ, દાઢમાંથી ન બોલીએ
બાન પકડવું : બંદી બનાવી તેના સાટે બદલો માગવો
બાળો એનું મોઢું : એને બોલતો બંધ કરો
બાંધે એની તરવાર, અને ગા વાળે ઇ અરજણ : લડાઈ કરે કે ગૌરક્ષા કરે – બધાય ક્ષત્રિય સરખા