આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૦૫
થંભી જા રે માત !
• લાવણી[૧] •
થંભી જા રે માત ! ઘડીભર થંભી જા રે માત !
એ આ તારાં બેટાબેટી આવે ઝંઝાવાત !
ઘડીભર થંભી જા રે માત ! —
ભરઆકાશે ઘંટા વાગે, ભરે પવન નવતાન :
ભરસાગર મોજાં ઊછળી દે વીરોને આહ્વાન !
ધગધગ હૈયે આગ બળે રે !
રગરગ રક્ત ધસી ઊછળે રે !
ડગડગ ભરતાં યુગ ઊકળે રે !
હાકલ તારી સુણતાં, માતા ! કોની રહે હજી રાત ?
ઘડીભર થંભી જા રે માત ! ૧
નસંતાન તું નથી રે માતા ! ક્રોડો તુજ સંતાન :
એક એક છે વીર પ્રખર એ, જ્યાં ઊઘડે ઉરભાન ;
ધસમસતાં ચોપાસ ધસે રે !
દસદિશ રેલે વીર રસે રે !
પળપળ મુક્તિ થકી તલસે રે !
રણડંકા વાગ્યા તુજ, માતા ! પડી રહે કોણ પછાત ?
ઘડીભર થંભી જા રે માત ! ૨
- ↑ તા. ૪-૯-૩૦.