આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૧૫
કોણ દેશદ્રોહી છે આજે ?
કોણ ગુલામીથી નવ દાઝે ?
કોણ અધમ કાયર નવ લાજે ?
સાવધાન !
જીવવું તો છે ભારત કાજે !
સાવધાન ! સાવધાન ! ૭
બંધન આત્મતણાં કે તનનાં ?
શૌર્ય ખરાં તનનાં કે મનનાં ?
તેજ વતનનાં કે નંદનનાં ?
સાવધાન !
સ્વાધીનતાથી જ નૂર નયનનાં !
સાવધાન ! સાવધાન ! ૮
ભારતમાત અદલ બોલાવે :
ધીરા વીરા ધસજો હાવે !
અમુલખ અવસર નવ ફરી આવે :
સાવધાન !
એક જ ભારત ટેક ટકાવે !
સાવધાન ! સાવધાન ! ૯