આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
રાષ્ટ્રિકા
બાર વસંતની દીઠી પૂરી,
બાદલવીર ! બાદલવીર !
કોમળ જેની કાંતિ મધુરી,
બાદલવીર ! બાદલવીર !
બાર વસંત ન દીઠી પૂરી,
કોમળ જેની કાંતિ મધુરી,
અદ્ભૂત તે શી પ્રતિમા શૂરી
રણ શોભાવે બાદલવીર !
ચિતોડના બળકનૃપ પક્ષે,
ભીમસિંહ બાંધવસુત રક્ષે,
તેની લલિતા રંભા લક્ષે
યવનેશ્વર મોહી થઇ પૂર; -
અલાઉદ્દિન ઘેરો લઇ આવ્યો,
નહિ નિજ આશ વિષે કંઇ ફાવ્યો;
છળકપટે ભીમસિંહ બંધાવ્યોઃ
રમણી દે તો છૂટે શૂર !
શું રજપૂતાણી યશ ખોશે ?
બાદલવીર ! બાદલવીર !
શું વીર ભ્રષ્ટ કુસુમ એ જોશે ?
બાદલવીર ! બાદલવીર !