આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૬૫
હિંદના દાદાનું સ્વદેશાગમન
(૧૪મી ડિસેમ્બર ૧૯૦૬)
• મિશ્ર હરિગીત •
૧
આ દિવ્ય ગાન ગવાય ક્યાં ?
આ પુષ્પવૃષ્ટિ થાય ક્યાં ?
ધમધમ થતાં
ધૂનમાં જતાં
જનપદ અહો રેલાય ક્યાં ?
આ સ્મિતગૂંથ્યા સોહંત સ્નેહસુહાગ ક્યાં ?
હેમંતમાંહ્ય વસંતના આ રાગ ક્યાં ?
શેં ઉરજગવતી આ પ્રભા ? રસરંગ આ શા કારણે ? —
રે આજ ભારતનો પનોતો પુત્ર આવે બારણે !