આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૬૯
સર ફિરોજશાહ મહેતાનો વિજય
• ધ્વનિત •
ભડ ભારતવીર ફિરોઝ ! સ્વતંત્ર સખે !
નર સિંહ સમાજતણા રણશૂરા ખરા !
તુજ ગર્જનથી ગગડાવી ધ્રુજાવી ધરા
જગવ્યા અમને ધસવા સ્વભૂમિપડખે.
તુજ કીર્તીરવિ તમ [૧] ડૂબાવવા હરખે
કંઇ દેશાતણા અરિ [૨] જે કૂદતા જબરા,
ધૂળમાં સહુ તે ગ્રથી કંટકના ગજરા
તુજ તેજપ્રતાપ વિષે બની અંધ ધખે !
ગુણ[૩] ભારતબાંધવમાળતણા [૪] વિરલા !
તુજ શબ્દ સમુદ્રતરંગ સામા ગરજે;
તુજા ઉજ્જવલ, ધૈર્યપ્રતાપી સ્વરાજ્યકલા
પ્રિય દેશબંધુતણાં ઉરમાં ભરજે;
અમ આશાધરાક્ષિતિજે સૌપ્રભા સફલા,
વીર ધન્ય ફિરોઝ ! સદા ઊગતી ધારાજે !