પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

વારું અનંત અનંગ, મસ્તક, મયૂર મુકુટમણિ જડ્યો;
અવતંસ મુક્તાદિક મનોહર, કુટિલ ભ્રકુટિ જ‌ઇ અડ્યો.
કેસરી તિલક સુભાલ મુક્ત, સુઢાળ નાકે લટકતું;
અડિ અધર બનિયું બિંબસું, જે પર રસિક મન ભટકતું.
રત્નાળી રસ ભરી આંખડી, અણિયાળી મન્મથબાણ;
ભ્રુકુટિકમાન સમાન, કુટિલ કટાક્ષ પ્રોય જ પ્રાણ.
શ્રુતિકુંડળ ઝળક કપોળમાં, વેલિયૂ વારુ સોહે;
મુખપર અલક લટ વાંકડી, મન્મથનું મન મોહે.
ચારુ ચિબુક ચોરે ચિત્ત, અમૃત વચન લટક નિહાળીએ;
શશી શરદ પૂરણ કોટિ કંદર્પ, મોહન મુખ પરવારીએ.
તાંબૂલ લાલી કુંદકલિદ્વિજ, અધર ઓપ અનૂપ;
જન દયાપ્રીતમ કૃષ્ણ અલબેલોજી આનંદરૂપ.