પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શ્રી સ્વામિનીજી સ્વરૂપ શું, અતિ રતિ સુંદરશ્યામ;
વેદે વદ્યા અદ્વિતીય, પુરુષોત્તમ આત્મારામ.
શ્રીયમુનાજી શ્રીતુલસીજી, ગૌ ગોપીજન પ્રિય અત્ય;
શ્રીકૃષ્ણને શા માટે છે? કિંચિત કહો મુજ પ્રત્ય.
ચરણામૃત મહાપ્રસાદ માલા, ઊર્ધ્વપુંડ્ર આદિક;
સમજવું જ કશું સતને, તે કહો પ્રીત અધિક;
ચિંતા સમૂળી સહુ ટળે સંશે સહુ કયમ જાય;
જન દયાપ્રીતમ કૃષ્ણ શું, વિશ્ર્વાસ દઢ કયમ થાય ?

પદ ૮૬ મું

સુખ દુ:ખ કર્તા હર્તા કોણજી ? અવર કોઈ કહે પુરુષ પુરાણજી;
કર્મ કાલ ગ્રહ કેટલા કહે છે જી? મન સ્વભાવ જીવને પણ લે છે જી.
સંશય ટાળો નિશ્ર્ચે થાયજી, એ ભ્રમજાળે બહુ અથડાયજી;
એ વણ વૈષ્ણવને જે લેવુંજી, તે સહુ વણ પૂછયે પણ કેવુંજી.

ઢાળ

કે'વું ખરું સહુ સ્વલ્પમાં ને, શુદ્ધ સ્ફુટ સમજાય;
વે રીતથી મુજને કૃપા કરી, કહો શ્રીગુરુરાય.