પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ.

ધારિ તરુણતા ત્યમ વૃદ્ધ, ત્યમ કર્યા સંજીવન બહુ મૃત્ય;
વૈકુંઠ પામ્યા પાડિયા, આપી અગત્યને ગત્ય.
ધર્મને અધર્મ ચલાવ્યો, સદ્‍ગુણી અધર્મિ ધાર્યા;
જે ના બચે તે બચાવ્યાં, જે ના મરે તે માર્યાં.
હરિ ધર્મને અધર્મ કર્યાં, ક્યહું કર્યા અધર્મ ધર્મ;
પ્રભુ કર્મને અકર્મ વળી કર્યાં અકર્મ કર્મ.
બ્રહ્મમાં મલિયા કાઢિયા ટાળિયા બ્રાહ્મણશાપ
ક્યહું પાપ કીધાં પુણ્ય પુણ્યે, પુણ્યે કીધાં પાપ.