પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કાજળ ટબકું રૂપી સુત ગાલેજી, માત કરે છે જ્યમ ઉરવહાલેજી;
લઘુ લાંછનથી રક્ષણ બાલજી, ત્યમ નિજ જન જાણે ગોપાલજી.

ઢાળ

ગોપાળ ધૃત કાંઈ અવગુણ તે સમજવો એણી પેર;
નહિ તો અમિત અવગુણભર્યા, જન ઘણા ઘેર ઘેર.
તે કર્યો કૃષ્ણ ન માનવો, જે યત્ન કરતાં જાય.
હરિ મૂક્યો દોષ મટે નહિ, કરતાં અનેક ઉપાય.
તે દોષ હરિજનનો લખી નિંદા ન કરવી કોય;
પ્રભુ ધર્યો તે ક્ષણમાં હરે, નારકી નિંદક હોય.
સહુ દોષનૃપ એ દોષ જોવા, દોષ ભગવદી જન્ન;
નહિ પ્રાયશ્ચિત, ભોગે ટળે, વા કર્યેથી પ્રસન્ન.