પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

શ્રીહરિ તજી કલ્યાણ ઇચ્છે, બાળ અવરાધાર;
જ્યમ શ્વાન પુચ્છ ગ્રહી ધરે, મન જવા સાગરપાર.
એ સર્વ વાતો વેવલાં છે. મનભ્રમવા વ્યર્થ,
એક કેવળ શ્રીહરિશરણ વણ, નથી સર્યો કોઇનો અર્થ.
શ્રીકૃષ્ણ શ્રીમુખ કહ્યું બહુ, 'પ્રિય મુને દાસ અનન્ય;
અતિ દુરાચારી તદપિ સાધુ, શ્રેષ્ઠ માહારે મન્ય.'
વળિ કહ્યું હારીતસ્મૃતિમાં પાંડવી ગીતામાંહે;
તે વચન કેરો અર્થ માત્રજ, લખું છું હું આંહે.
'નમવું નહિ અન્ય દેવને, નિરખવા નહિ ન પ્રસાદ;
મંદિર જવું નહિ યદપિ, કોઈની પડતી હોય મરજાદ.
વદવું સ્મરવું સેવવું, ચિંતનાશ્રય શ્રવણાદિ;
અન્યનું ન કરવું દયા પ્રીતમ, કૃષ્ણ રસ જે સ્વાદી.'

પદ ૨૧ મું

વિશ્વ સકળ છે હરિનું રૂપજી, એકાંશે વ્યાપક વ્રજભૂપજી;
કરતા હરતા પોષક સ્વામીજી, સહુ ઘટવાસી અંતરયામીજી.
માટે કોઈનો દ્રોહ ન કરવોજી, હરિ દુખાશે એ ભય ધરવોજી;
જે તે રીતે કોઈ તનુધારીજી, સુખી કરતાં ખુશી કુંજવિહારીજી.