પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૪૫ મું

નિર્ગુણ સગુણ શ્રુતિનો અર્થજી, એમ કર્યો મહામત્ય સમર્થજી;
પ્રાકૃત ગુણ નહિ જેમાં લેશજી, અપ્રાકૃત ગુણ ભર્યા અશેષજી.
સત્ ચિત્ આનંદ આદિ અનંતજી, ઐશ્વર્યાદિસહ ભગવંતજી;
અગુણસગુણ એ બ્રહ્મ વિચારજી, કેવળ નિર્ગુણ કહે ગમારજી.

ઢાળ

કહે છે ગમાર ગતિ વિના, જીવ બ્રહ્મ થાયે એક;
ભળે બ્રહ્મમાં એ કથન છે, જીવ ભિન્ન ભાખું વિવેક
નદી નીર ચડી સાગર ભળે, ભિન્નતા ન ભાસે લેશ;
નિજ ઉદક લેઇ પાછો ફરે, સરિ સલિલ રહે અવશેષ.
બહુ વૃક્ષના રસ ભળેથી, નિપજે મધુઅપૂપ;
નવ સ્વાદ જૂદો અન્ય, મક્ષી જ્ઞાન પૃથક સ્વરૂપ.