લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
ઋતુગીતો
 



નીદણો નીદણો હો [૧]ભાભજ મારી ! ડોડાળી જુવાર,
ધોરે ને નિદાવો નાના કણરી બાજરી !

[૨] વૂઠા વૂઠા હો બાંધવ મારા ! આષાઢા હે મેઘ,
ભરિયા હે [૩]નાડાં ને વળી નાડડી

[૪]ભીને ભીને હો બાંધવ મારા ! બાજરીયો રે બીજ;
નાઈ ને ભીને રે સાવ [૫] સ્ત્રોવની.

ભીને ભીને હો બાંધવ મારા ! પાઘડિયારા પેચ,
ભાભજરો ભીને રે ચૂડો વળી ચૂંદડી.

ભીને ભીને હો બાંધવ મારા ! રેશમીઆરી [૬] ડોર,
[૭]ગીગો ને ભીને રે [૮]થારો પારણે.

નીપજે નીપજે હો બાંધવ મારા ! ડોડાળી જુવાર,
થારે ને [૯]વાયોડાં સાચાં મોતી નીપજે !

[બહેન વાદળીને વરસતી નિહાળી કહે છેઃ હે મારા વીરા ! કાળી કાળી વાદળીઓની કાજળ જેવી રેખાઓ ફૂટી રહી છે, અને એમાં ધોળા રંગની ધારાઓ–વરસાદ વરસે છે.

હે મેહુલા ! તું મારા બાપાજીને દેશ જઈ વરસજે, કે જ્યાં મારી માડીનો જાયો ભાઈ હળ ખેડતો હોય.

હે મારા વીરા ! મોટા દાણાની જુવાર વાવજે, અને વાડીના


  1. ૧. ભાભી.
  2. ૨. વરસ્યા.
  3. ૩. નાળાં ને નદી.
  4. ૪. ભીંજાય.
  5. ૫. સોના . (સુવર્ણ)ની
  6. ૬. દોરી.
  7. ૬. દીકરો.
  8. ૮. તારો.
  9. ૯. વાવેલાં.