લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હિંદુ ધર્મ : ૯૯
 

છપાવા દીધી અને તે આપણે સ્વીકારી પણ લીધી. હિંદુઓએ આર્યાવર્ત ખોયું, ભલે ખોયુ. | એક ભયસૂચના ઉગ્ર બનતા ઇસ્લામે પણ ઓળખવી પડશે. પાકિસ્તાનના શોખીનો રખે ભૂલે કે એક સમયના વિજયી ઈસ્લામે સ્થાપેલા વ્યાપક પાકિસ્તાનના કેટલા ટુકડા પડી ચૂક્યા છે ? ઇસ્લામનું કયું પાકિસ્તાન આખું રહ્યું છે? મોરોક્કોથી મલાયા સુધી ?

[ 3 ]

અને હિંદુ ધર્મ ? એ નામ પણ આપણને ઇસ્લામની મળેલી બક્ષિસ છે. આપણે જ્યાંસુધી એ નામ સ્વીકાર્યું ન હતું. ત્યાંસુધી હિંદુધર્મ જેવો કોઈ ધર્મ જ જગતભરમાં ન હતો આર્ય સંસ્કૃતિએ ખીલવેલી ધર્મ ભાવનાઓ ધર્મનું એક નામ કે એકછાપ કદી સ્વીકાર્યાં ન હતાં. આર્યધર્મ, સનાતન ધર્મ,વૈદિક ધર્મ જેવાં નામ પણ આપણે ઓગણીસમી વીસમી સદીમાં જ શોધી કાઢી ધર્મ ઉશ્કેરાટમાં વાપરવા માંડ્યા છીએ. આર્યોએ વિકસાવેલી મહાવિશાળ જટિલ અને ઊંડી ધર્મભાવના માટે એક નામ સંભવિત જ નથી સતત વિકસતી જતી એ આચાર વિચાર અને અધ્યાત્મની ગૂંથણી એક બીબામાં, એક નામમાં કે એક જ પરિપાટીમાં સમાઈ જાય એવી ઉપરછલ્લી ન હતી અને નથી જ. એ સંસ્કારયોજનામાં આખી માનવસંસ્કૃતિના વિકાસનું આલેખન થયું દેખાય છે. સતત વિકાસ પામ્યે જતા, સ્થળ અને કાળનાં મહાતત્ત્વોને ઓળખતા એ સંસ્કારઘડતરમાં માનવજાતની નાની મોટી સઘળી સમૃદ્ધિ આવી જતી હોય એમ લાગે છે. વિકાસની વિવિધ પરિપાટીઓને અનુકૂળ બનાવવાની તેની નિત્ય તૈયારીઓ ઘણાને એમાં વિરોધાભાસ જોવા પ્રેર્યા છે. છતાં એ અભિમાન રહિત, પયગમ્બર દીધીપ્રેરણાની ગુમાન રહિત સંસ્કારશ્રેણીએ પેાતાને કદી ધર્મને નામે ઓળખાવી નથી. ધર્મની વ્યાખ્યા જ સંસ્કૃત ભાષામાં અનોખી થાય છે. એ સંસ્કારશ્રેણીમાં વેદની પ્રકૃતિપ્રાર્થના અને કર્મ કાંડ પણ છે, અને ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર તથા ગીતાનાં આકાશ–પાતાળવ્યાપી ચિંતનો પણ છે. એમાં સુધરેલા સમાજને હાસ્યાસ્પદ લાગે એવી લિંગપૂજા પણ છે. જીવનતત્ત્વને હસનાર ભલે પોતાને સુધરેલો માને. એ હાસ્યમાં સુધારો