પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ : સાહિત્ય અને ચિંતન
 

એક જ ધર્મની મેળ ન મળે એવી વિવિધતા જોતાં એમ તો જરૂર લાગે કે કોઈ પણ ધર્મ હજી જગતવ્યાપી બન્યો નથી. જગદ્ગુરુની ઉપાધિ લગાડનાર ગુરુઓના ધર્મ જગતે સર્વાંગે અને સર્વાંશે સ્વીકાર્યાં નથી. ઐતિહાસિક દૃષ્ટિએ છેલ્લામાં છેલ્લો માનવજાતને મળેલો ધર્મ તે ઈસ્લામ. દોઢ હજાર વર્ષોંના ગાળામાં તે બહુ ફેલાયો. પરંતુ સમગ્ર માનવજાતને તે આવરી શક્યો નથી.

ખ્રિસ્તી ધર્મ હજી પણ એની પ્રજાઓના ઝગમગાટ ઉપર પોતાની શ્રેષ્ઠતાનો દાવો કરી રહ્યો છે. એ પણ સર્વસ્વીકૃત ધર્મ નથી જ.

હિંદુ ધર્મે તેા અટક આગળ અટકી જઈ હિંદના કિનારાને જ પોતાની સીમા બનાવી દીધી છે. એને જગત—વિજયના લેાભ દેખાતો નથી.

બૌદ્ધ ધર્મ પણ પૂર્વ એશિયા પરતી પોતાની મર્યાદા બાંધી લીધી છે.

નવું માનસ ધર્મ-સર્વ ધર્મ-પ્રત્યે શંકાશીલ પણ બનતુ જાય છે, એ શંકાશીલ માનસ પૂછે છે :

કયામત સાચું કે સ્વર્ગ ?

એટલેથી એ માનસ અટકતું નથી. એ આગળ વધીને વળી પૂછે છેઃ

કયામત અને સ્વર્ગ એ બને સાયાં ન હેાય તો ? આપણાથી એ પ્રશ્નને અટકાવી શકાશે નહિ. સ્વર્ગ અને કયામત બન્નેને વિચારવાં પડશે અને એમાંનુ કોઈ પણ પ્રત્યક્ષ પૂરવાર થાય એમ નથી એવું કબૂલ કરવુ પડશે.

સાથે સાથે આપણને ધર્મ વહાલો હોય તો એ બન્નેનો સમન્વય કરી નવજીવનની મૃત્યુ પછીની ગતિ સમજવાના પ્રયત્ન તરીકે સ્વર્ગ અને કયામતને એક બનાવવાં જ પડશે.

માનવજાત હવે ધર્મઝગડો નહિં પણ ધર્મસમન્વય માગે છે; ધર્મશ્રેષ્ઠતા નહિ પણ ધર્મસામ્યતા માગે છે; ધર્મવિરોધ નહિ પણ ધર્મઐકય માગે છે. કોઈ પણ એકલ ધર્મમાનવજાત સમગ્રને