પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન : ૧૨૩
 

હજી આપણે સાચવી રાખી છે; આપણી રમતોમાં, આપણા રિવાજોમાં, આપણી કવિતાઓમાં ગોપજીવનના ભણકારા હજી વાગી રહ્યા છે. વાંસના ટુકડામાંથી મધુર નાદ ઉપજાવી મેાહ પમાડતા ગો।પેશ્વર કૃષ્ણનું બાલજીવન પ્રત્યેક હિંદુને વંદનીય છે.

હિંસાનો આ પ્રમાણે કેટલોક અંશ બાજુએ મૂકી ગોપજીવનની ભૂમિકાને પ્રાપ્ત થયેલો મનુષ્ય અહિંંસાનો બીજો વિજયધ્વજ છે.

સંસ્કૃતિને માર્ગે ચડેલો મનુષ્ય સદા ઉન્નત થતો ચાલ્યેા આવે છે. ગોપજીવનમાંથી આગળ વધતાં, કુદરતનાં તત્ત્વોનો ઉપયોગ વિચારતાં તેને સ્પષ્ટ જણાયું કે જે ભૂમિ પશુએ માટે આહાર ઉત્પન્ન કરે છે, તે ભૂમિ મનુષ્ય માગશે તો તેને આહાર આપવાની ના પાડશે નહિં. ભૂમિની ફળદ્રુપતા તેના ધ્યાનમાં આવી અને ધીમે ધીમે તેને સ્પષ્ટ સમજાયું કે ભૂમિ માત્ર અનિયમિત જંગલેા માટે સર્જાયેલી નથી. તે તો પોતાની પોષક શકિતઓ માનવજાતને ચરણે ધરવા એક માતાના વાત્સલ્યથી તૈયાર થઈ બેઠેલી છે. મનુષ્યે પ્રયત્ન આદર્યો, અને અતિ ઉન્નત કૃષિજીવન પ્રાપ્ત કર્યું.

કૃષિજીવનની ભૂમિકામાં એટલું સ્પષ્ટ સાબિત થયું છે કે પોષણ અર્થે હિંંસા કરવી એ નિરર્થક છે. આવડત અને મહેનતના પ્રમાણમાં મનુષ્ય માત્રનો ખોરાક પૂરો પાડવા જમીન બંધાયેલી છે. માટી અને રેતી પાસે માગતાં મનમાન્યુ પામનાર મનુષ્યે એટલુ સિદ્ધ કરી આપેલું છે કે જાનવરો સિવાય અન્ય ખોરાકનાં અગણિત સાધનો તેની મૂઠીમાં સમાયલાં છે અને એ સાધનો એટલા પૂરતા જથ્થામાં અને એટલાં પૂરતાં પાષક તત્ત્વોવાળાં છે કે તેને પશુ-પક્ષીઓમાં જીવ ધાલવાની બિલકુલ જરૂર રહી નથી. કૃષિજીવને ખોરાક માટે મનુષ્યજાતને અત્યંત સુલભ અહિંસાના માર્ગમાં મૂકી છે અને પોષણના મર્મસ્થાન માટે હિંસાને તદન અનવશ્યક બનાવી દીધી છે.

ખેતી માટે કેટલાક પ્રદેશો નિરુપયોગી છે; પશુઓનો ખેારાક માટે ઉપયેાગ નહિ થાય તો તેમની વસ્તી વધી જઈ મનુષ્યને રહેવા માટે સ્થાન નહિ મળે; વનસ્પતિમાં પણ જીવન છે: આવા આવા કેટલાક પ્રશ્નો અહિંસાની સામે રજૂ કરવામાં આવે છે. કૃષિજીવન