પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન : ૧૩૧
 

માનવજાતે સાધવું જ પડે. એ કેમ બને તે આપણે જોઈ લઈએ.

[3]

કૌટુંબિક ભાવનાથી આગળ પગલું ભરતાં આપણે ગોત્ર ભાવના ઉપર આવીએ છીએ, ગોત્રનો અર્થ કૌટુબિંક ભાવનાનો વિસ્તાર એટલું જ કહીએ તો ચાલી શકે. ધીમે ધીમે ગોત્રમાં પિતા માતાનાં આખાં કુળ અને તેમની શાખાઓનો સમાવેશ થઈ જાય છે. માનવજાતની સંસ્થાઓનો અભ્યાસ કરતાં આપણે ચોખ્ખો ક્રમ જોઈએ છીએ કે, જેમ જેમ ગોત્રની સ્પષ્ટતા થતી જાય તેમ તેમ હિંસાની સીમા પણ મર્યાદિત થતી જાય, જેમ કુટુંબીને હણાય નહિ તેમ સગોત્રીની હિંંસા પણુ ગુન્હો ગણાવા લાગ્યો. જેમ કુટુંબનો વડીલ કુટુંબ ઉપર નિયંત્રણ રાખતો, તેમ અનેક કુટુંબોના બનેલા એક કુટુંબ સરખા ગોત્રનો વડીલ સગોત્રીઓ ઉપર નિયંત્રણ રાખતો બની ગયો. મર્યાદિત કુટુંબની ભાવનામાં માનવી, સ્ત્રી, પતિ અને બાળક સિવાય સર્વની હિંસા કરવા માટે સ્વતંત્ર હતો. ગોત્રનો વિકાસ થતાં એ સ્વતંત્રતા મર્યાદિત થઈ; પોતાના બાળકના બાળક, તેનાં બાળક, ભાઈનાં કુટુંબ અને તેમના વિસ્તાર વગેરે એક જ વંશની જુદી જુદી શાખાઓ અહિંસાના વર્તુળમાં આવી. કૌટુંબિક લાગણીઓ આમ વિસ્તૃત બનીને આખા ગોત્ર ઉપર પથરાઇ ગઈ અને કુટુંબ–મર્યાદિત અહિંસા ગોત્ર સરખી મોટી મર્યાદા ઉપર ફેલાઈ ગઈ.

અહિંસાના અપવાદ કુટુંબમાં કે ગોત્રમાં નથી કે ન હત્તા એમ વિધાન કરવાની જરૂર નથી. મહત્વનો પ્રશ્ન એ છે કે હિંસાના પ્રસંગો કુટુંબ અને ગોત્ર માટે માત્ર અપવાદ જ નહિ પરંતુ ગુન્હા તરીકે ગણાવા લાગ્યા. હિંસાની પાત્રતા આમ ગોત્રની બહાર જોઈને બેઠી અને સ્વરક્ષણ અર્થે સામાજિક અને રાજકીય વિકાસ સાધતી માનવજાતે અહિંસાનો ગોળ વધારી કુટુંબ, ગોત્ર અને રાષ્ટ્રને તેમાં સમાવી લીધાં. મિલકતની વ્હેંચણી તથા વ્યવસ્થા, પરસ્પર વર્તનના નિયમો ઘડવા લાગ્યા, અંગત તથા સામાજિક જવાબદારીની ભાવનાજાગૃત થઈ અને એ નિયમો તથા ભાવનાના ભંગનો પ્રસંગ વ્યક્તિગત નહિ, પરંતુ સામાજિક પ્રસંગ બની ગયો. માનવી જાતે