લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ : સાહિત્ય અને ચિંતન
 

હોય છે કે જે આવી કોમોને આકર્ષક પણ બનાવે છે, અને તેમનામાં રહેલા કેટલાક સદ્‌ગુણો પ્રત્યે આપણું લક્ષ્ય દોરી આપણને કાવ્ય પ્રેરણા પણ આપે છે.

આવી એક વખત ગુન્હો કરવા ટેવાયેલી ગણાતી કોમ તે વાઘેર કોમ. આજ તો વાઘેર કોમ શાંત, ખેતીપ્રિય, મજુરીપ્રિય. આછું-પાતળું ભણતી, લગભગ ઉપદ્રવહીન કોમ બની રહી છે. પરંતુ થોડાંજ વર્ષો પહેલા એ કોમનો રંજાડ ભયપ્રેરક હતો, એ કોમનું વીરત્વ કહાણીઓ અને કાવ્યપ્રેરક હતું અને તેમની પ્રવૃત્તિઓ યુદ્ધ અને કાંતિપ્રેરક હતી, જે પ્રવૃત્તિઓએ ઈતિહાસનાં પણ કેટકેટલો પાનાં ચમકાવ્યાં છે. વાઘેરોના એ ઇતિહાસની ચમક પાંચ હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રીકૃષ્ણના સમયથી તે કંપની, બ્રિટિશ અને ગાયકવાડ સરકારના સમય સુધી ઝળકતી રહી છે. સૌ કોઈને પેલો દુહો તો યાદ હશે :

“સમય સદા બલવાન હય, નહિ પુરુષ બલવાન;
કાબે અર્જુન લૂંટીયો, યહી ધનુષ :યહી બાણ.

કૃષ્ણના માનવદેહનું અવસાન કાબાના તીરથી થયું હતું, અને કૃષ્ણ જતા સામર્થ્ય ખોઈ બેઠેલા અર્જુનને લૂંટનાર પણ કાબાઓ હતા. ઈતિહાસ–વેત્તાઓ કહે છે, કે આ કાબાનો જ વંશ તે આજના વાઘેરો. વાઘેરોની જન્મભૂમિ ઓખા–દ્વારકાનો પ્રદેશ; જો કે પાસેના પ્રદેશમાં તેઓ આછા વેરાયલા છે. એમની વસ્તી તો ઘણી થોડી છે; ભાગ્યે દોઢ–બે હજાર હશે, પરંતુ એમનાં પરાક્રમો અને વીરત્વભર્યા કાર્યો ઠીક ઠીક વિસ્તૃત છે. નૃવંશવિદ્યાની દૃષ્ટિએ ઘણી જૂની પ્રાચીનતાને સ્પર્શતી આવતી વાઘેર કોમની દંતકથાઓમાં સીરિયાનો પણ સંબધ આવી જાય છે. સીરિયાના કોઇ સક્કર બહેલીમે અને મેમ ધડૂકા નામના સરદારોની ઓખામાં સત્તા સ્થપાયાની દંતકથા છે. પ્રાચીન સીરિયામાં સક્કર બહેલીમ કે મેમ ધડૂકા જેવાં નામો હોય તે બહુ સંભવિંત લાગતું નથી. સક્કર બહેલીમે ગજના શહેર પણ વસાવ્યું એવી એક વાત ચાલે છે. એમાંથી તથ્ય એટલું જ નીકળે વાઘેરોનો સંસર્ગ અને વાઘેરોની અવરજવર ઠેઠ સીરિયા સુધી તો