લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટીનાં માનવી: મિયાણા ૨૦૭
 

જે કેદખાનું તોડી આઠ વર્ષ સુધી તેઓ પકડાયા નહિ, લાકોમાં વ્યાપેલો થરકાટ હજી મને પણ યાદ છે. અમદાવાદ જિલ્લામાં મોટા પાયા ઉપર કોળી અને મિયાણાની એક ટાળી ઊંટ પર ચઢી ભારે લૂંટ કરવા લાગી. આ લૂંટફાટમાં જે યુક્તિ, ચાપલ્ય અને નીડરતા તેમણે વાપરી તે જો કોઈ સારા કામમાં તેમણે વાપરી હોત તો એ ટોળીઓ પૂજાત, પરંતુ પૂજાવાને બદલે એ ટોળી બીજી રીતે નામાંકિત તો બની. મહાપ્રયત્ને આ ટોળીના મિયાણા પકડાયા, તેમની ઉપર કામ ચાલ્યું અને તેમને કેદની સજા થઈ.

હવે આ ટોળીએ એકલા અમદાવાદ જિલ્લામાં જ રંજાડ કરેલી નહિં. તેમની રંજાડને સરહદ સીમાડા હોતાજ નથી, એટલે વડોદરા રાજ્યમાં પણ આ ટોળીએ અનેક ગુન્હા કર્યા હતા. વડોદરા રાજ્યના ગુન્હાની તપાસ માટે મિયાણાઓને વડોદરાના અધિકારીને સોંપ્યા અને અદાલતમાં તેમનું કામ ચાલે તે દરમિયાન પેટલાદ ગામના સારા બંદોબસ્તવાળા કેદખાનામાં તેમને રાખવામાં આવ્યા. યુક્તિ-પ્રયુક્તિ તથા બાહોશીપૂર્વક અને ભયંકર સાહસ ખેડી સંતલસ અનુસાર આ મિયાણાઓએ કેદખાનામાં ભયંકર તોફાન મચાવ્યું. પહેરેગીરોને ગભરાવી, દબડાવી તેમનાં હથિયારો ઝૂંટવી લીધાં અને કેદખાનાના બુરજ ઉપર ચઢી લોકોને પણ બંદુકના બારથી ગભરાટમાં નાખી કેદખાનાની દીવાલો કૂદી સઘળા મિયાણાઓ ભાગી ગયા. આખા ગુજરાતમાં આ બનાવે સનસનાટી ઉપજાવી અને જેમ એક પાસ મિયાણાઓએ ભય ઉપજાવ્યો તેમ બીજી પાસ તેમની બહાદુરી અને તેમના સાહસ માટે તેમણે પ્રજાનાં હૃદયમાં કંઈક માનભર્યું સ્થાન લીધું એમ પણ કહી શકાય.

પેટલાદથી ભાગી આ મિયાણા સિંધ, કચ્છ, કાઠિયાવાડ, અને અમદાવાદ જિલ્લાઓની સરહદોમાં રખડતા રંજાડ કરી રહ્યા. આખું વર્ષ વીતી ગયું છતાં આ મિયાણાઓ પકડાયા નહિં, પોલિસને ભારે તૈયારીઓ કરવી પડી, મિયાણાઓનો સતત પાઠલાગ કર્યો ત્યારે અંતે ઘેરાયેલા મિયાણાઓએ બહુ બહાદુરીભર્યો સામનો કર્યો, મોટા