પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દષ્ટિએ :૧૧
 

ઘટનાઓ તેમાંથી ઊભી થવી સંભવિત છે. એ સત્યનું ચલિતપણું કદી વિસરવું જોઈએ નહિ. સમગ્ર જનતાને અને સાહિત્યને ગાઢ સંબંધ છે એવો સિદ્ધાંત અંશત: પણ આપણે માન્ય કરીએ તે ક્ષણે આપણે સ્વીકારવું જ પડશે કે એ દષ્ટિએ સ્નેહમુદ્રા કરતાં સુદામા ચરિત્ર જરૂર ચડિયાતું છે. અને સરસ્વતીચંદ્ર કરતાં સદેવંત–સાવળીંગાની વાર્તા વધારે આકર્ષક છે. કુસુમમાળાનાં કાવ્ય જનતાની વાણીએ ચડયાં છે. એના કરતાં દયારામની ગરબીઓ વધારે પ્રમાણમાં ચઢી છે. જે હૃદય જીતે એ જ વાણીમાં ઊતરે. હૃદય જીતવાની શક્તિ નરસિંહરાવ કરતાં દયારામમાં જરૂર વધારે છે એમ આ દષ્ટિએ આપણે કહેવું જ પડશે. સાહિત્યતાને અને સામાન્યતાને, ઉર્મિમય ઉચ્ચારને અને જનતાને, ગગનચુંબી ભાવનાને અને પગે ચાલતી સાર્વજનિક વસ્તીને કાંઈ પણ સંબંધ છે કે નહિ, એ મહત્તવને પ્રશ્ન જ બાજુ ઉપર રહી ગયો, અને અંગ્રેજી ભણેલા, અંગ્રેજી પહેરવેશ પહેરનારા, અગર કહો કે જૂની ઢબે સોળું પહેરી અબોટિયાંની મર્યાદામાં રહેનારા જેમ સામાન્યતા પ્રત્યે એક પ્રકારનો તુચ્છકાર અનુભવે છે તેવો તુચ્છકાર સાહિત્ય સામાન્યતા પ્રત્યે અનુભવ્યો. સાહિત્ય સામાન્ય હોય જ નહિ, એવી ભાવના સાહિત્યકારોમાં જ નહિ પરંતુ સામાન્ય જનતામાં પણ ઉદ્ભવી અને બન્ને વર્ગો સમાંતર લીટીએ આગળ વધતા ચાલ્યા. આજ સુધી એ ભેદ આપણા સાહિત્યમાં ચાલુ છે. નવીનતાના પ્રલોભનમાં જૂનવાણીને તોડવાના આવેશમાં, ઉર્મિલતાને બદલે પૌરુષભર્યા ચિંતનની લાલસામાં જે અડવા clumsy, અસ્પષ્ટ, જીવનમાં જરાય બંધબેસતા ન આવે એવા, અર્થધન બનાવવાના મોહમાં અર્થહીન બનતા અનેક કાવ્યપ્રયોગો આજ પણ આપણું સારા સારા સાહિત્યકારોને હાથે થયે જાય છે. એમાં સામાન્યતાના તિરસ્કારની છૂપીછૂપી હૃદયમાં સંતાયેલી પેઢી જાત ભાવના જ કારણરૂપ છે. એવું એક અત્યંત ધન બનતું દષ્ટાંત તે આપણાં પૃથ્વીછંદી કાવ્યો છે, એમ હું કહું તે વખતે આપણા માન્ય સાહિત્યકારો અને કવિઓની માફી પણ સાથે સાથે માગી લઉં છું. એ પ્રયોગશીલ કવિઓની શક્તિ માટે મને જરૂર માન છે; પરંતુ સામાન્યતાથી અળગા રહેવાની