પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪

“Chandrakanta ! thou noble bust at my chamberdoor ! The Raven is ominous that perches on thy head ! And it casts a shadow from which my soul -

“Shall be lifted ? never more !
Shall be lifted – never more !

ગંગાના પત્ર નીચે ચંદ્રકાંતે લખેલું ટાંચણ વાંચવા માંડ્યું, “મને સમાચાર ક્‌હેતાં કે લખતાં કે મ્હારી પાસે ઉભરા ક્‌હાડતાં મ્હારી દયા ન જાણવીને બીજા કોઈની બ્હીક ન રાખવી. સ્વામી અને સ્ત્રીનાં અંતઃકરણ એક બીજા પાસે ઉઘડે એ તેમનો અનિવાર્ય અધિકાર છે. તેમાં માતાપિતા કે બ્રહ્મા જે કોઈ અંતરાય નાંખવામાં આવે તેને ધક્કો મારવામાં ધર્મ છે. એ ધર્મ ન પાળવાથી લગ્ન રદ થાય છે ને માબાપ છોકરાનું લગ્ન કરાવે ત્યારથી તેમને આટલી વાતમાં અધિકારનું રાજીનામું આપે છે. માટે આ વાતમાં કોઈનું કહ્યું માનવું નહી. બાળક પ્રતિ આપણો ધર્મ પણ એવાં જ કારણથી અનિવાર્ય છે. કીકીના વિવાહ અને અભ્યાસની વાતમાં મ્હેં કહ્યું છે તે જ કરવું અને કોઈની વાત ગાંઠવી નહી પણ માથાનાં થઈ ધાર્યું કરવું.

“કેટલાક સ્વામી માને વશ થઈ સ્ત્રી ઉપર જુલમ કરેછે અને કેટલાક સ્ત્રીને વશ થઈ માબાપ ઉપર જુલમ કરે છે. આ ઉભય જાતના સ્વામી અધર્મી અને અન્યાયી છે. એક પાસ માબાપ અને એક પાસ સ્ત્રી બે વચ્ચે ન્યાય કરવો એ જ ધર્મ છે. પણ બે પાસના વિશ્વાસ વિના આ ન્યાય શુદ્ધ થતો નથી અને તે શુદ્ધ હોય તો પણ તેનો અમલ બરાબર થતો નથી. ગંગાવહુ, આટલું સમજવા જેટલું મ્હેં તમને ભણાવ્યાં છે. તમે મારી પાસે મન ઉઘાડી વાત કરી શકોછો, એટલું ઘરનાં બીજાં માણસ કરે એમ નથી. તો તેમનો ને તમારો શુદ્ધ ન્યાય કરવો એ મ્હારાથી બને એમ નથી. તમે ન્હાનાં હતાં ત્યારે અરસપરસ સ્નેહ બંધાય અને મ્હારાં માણસ તમારાં થાય અને તમે એમનાં થાવ એટલો પ્રયત્ન મ્હેં કરેલો છે તે તમને ખબર છે. તમે મ્હોટાં થયાં ત્યાર પછી મ્હેં તમને અને તેમને પુરી સ્વતંત્રતા આપી છે એટલે તમારે સઉએ એક બીજાને કેમ સંભાળી લેવાં અને કેમ સુધારવાં કે પાંશરાં કરવાં એ હવે તમારી ચતુરાઈનું અને તમારા મનગમાનું કામ છે તેમાં હું વચ્ચે પડવા ઈચ્છતો નથી. રોપશો તેવું