પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦


“આમ છે. માટે આ બાર વર્ષ ધનના બૃહસ્પતિ બેઠાછે તેયે તમારા ને બીજાં સઉના ભેગા; ને સઉને ભાગ્યે પછી અવળી ગ્રહદશા કે પનોતી બેસશે તેયે તમારી સઉની બેસશે. આપણે તો જ્યાંથી આવ્યા ત્યાં જવાને બેઠા છીયે ને આપના આશીર્વાદથી જન્મથી મરણ સુધી પરમાનંદસ્વરૂપમાંજ લીન છીએ. માટે ચિન્તા ફીકર રજકરશો નહી અને તતુડીના જેવું બોલવું મુકી દઈ નગારાને ઢાંકી દેવા ભેરી નાદ કરશો કે પડઘમ જેવું બોલશો ત્હોયે કાન ઉઘાડા જ રાખીશું અને ક્‌હેશો તે સાંભળીશું. કોઈનું સાંભળી હું તમને કનડવાનો નથી અને તમારું સાંભળી બીજા કોઈને કનડવાનો નથી. આપ મ્હારા મ્હોટા ભાઈ છો તે આપની સેવા ક્‌હેશો તેટલી કરીશ. બાકી વડીલના વચનથી ન્હાનેરાંને મારવાં એવો પરશુરામનો જુગ વીતી ગયો અને સટે વીક્ટોરીયા રાણીનો જુગ બેઠો છે, માટે દેશકાળ પ્રમાણે વર્તીને ચાલવું એવું તમારો ભાઈ ભણ્યો છે તે આ જન્મમાં તો ભુલાય કે મિથ્યા થાય એમ નથી.”

એક હાથમાં પત્ર રાખી અને બીજો છાતીયે મુકી સરસ્વતીચંદ્ર ગર્જી ઉઠ્યો:

“હર ! હર ! હર ! હર ! હર ! ચંદ્રકાંત ! તું ભાઈ આગળ દુ:ખને ગણતો નથી અને કેવળ ખડખડ અટ્ટહાસ્ય કરે છે; પણ જે વાક્યોમાં તું દુ:ખને ગણતો નથી તેના અંત:શ્વાસમાંથી ઉંડી ધમણોનો વેગ સંભળાય છે અને ત્હારું જે હાસ્ય ફુવારા પેઠે ફુટી ર્‌હે છે તેનાં નિર્મળ જળના મધ્યભાગમાં ત્હારી ચીરાતા મર્મભાગની રુધિરધારાઓ હું જોઉં છું ! હરિ ! હરિ ! હરિ ! ચંદ્રકાંત ! ત્હારો શોક જગતનો પરાભવ કરે છે અને અભિમાન ભર્યો ઉડે છે–"

“Thy deep-seated proud pain is the raven-of
“which it was so truly said–
Not the least obeisance made he !”
“And it has–
Perched upon my bust of Pallas – just above my
chamber-door !”

બીજો પત્ર લીધો. તે કવિ તરંગશંકરને લખેલો હતો.

“સહૃદય નાનારસ મનોજ્ઞ પ્રિય મિત્ર,