પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬

રસનો રસિક થઈ સર્વને એ રસ પીતાં શીખવું છું અને કુટુમ્બમાં એક જણનું સ્વાતંત્ર્ય નષ્ટ કરવામાં બીજું કોઈ ફાવે નહી એટલું બળ વાપરું છું. આમ કરવામાં મ્હારું ધન-સર્વસ્વ જશે તો હું તટસ્થ રહી હાસ્ય કરીશ, કારણ એ વ્યયથી દ્રવ્યવતી અવસ્થાને માટે અપાત્ર સિદ્ધ થયેલા કુટુમ્બવર્ગ ઉચિત દરિદ્રતાને પામશે, અને દરિદ્રતાનું અમૃત સર્વેનાં હૃદયમાં અમૃત ભરશે, એવી દરિદ્રતા મ્હારાં સર્વ રત્નો ઉપર લાગેલા કચરા અને કર્કશતા ક્‌‌હાડી નાંખી સર્વને સુવૃત્ત અથવા અકર્કશ અને સતેજ કરશે. કવિરાજ ! મને આમાં પણ રસ પડશે. શુદ્ધ પ્રીતિ અને નિર્મળ રસ તે અત્યંત નિષ્કિઞ્ચનતામાં અથવા તૃપ્તિસાધનની પ્રાપ્તિ પછીનાં મનોરાજ્યોમાં જ જડે છે. મધ્યાવસ્થામાં ન જડે, એ પ્રાપ્તિ મ્હારાથી થાય એમ નહી હશે તો રસસિદ્ધિની સાધનાને અર્થે એ નિષ્કિઞ્ચનતામાં મને ઈષ્ટાપત્તિ છે. એ પ્રાપ્તિનો ત્યાગ કરવા ઉડી પડેલા સરસ્વતીચંદ્ર એ મનોરાજ્યમાંથી ભ્રષ્ટ થશે માટે એ પક્ષિરાજને પકડવા આથડું છું. એ મ્હારી ઈષ્ટાપત્તિ અને એ પક્ષિરાજનું મનોરાજ્ય – એ ઉભય દેશકલ્યાણનાં સાધન છે અને તેમાં જ મ્હારું, તમારું, તેમનું, અને ઇતર સર્વનું કલ્યાણ છે. ગરીબ બીચારાં કુમુદસુંદરી ! સરસ્વતીચંદ્રના મનોરાજ્યનું રસતત્વ પત્રદ્વારા ચાખી, એ પક્ષિરાજની પાંખ ઉપર બેસવાનો સમય સમીપ દેખી, યમજ્વનિકા જેવા અભેદ્ય અંધકારમાં લીન થઈ ગયાં ! એમની વાર્તા તે અસાધ્ય થઈ !"

“કવિરાજ ! તમે ક્‌હો છો કે ઘરમાં કોઈની પ્રીતિ નિર્મળ નથી અને સ્વાર્થનો મેલ સર્વની પ્રીતિને નીરસ બનાવી મુકે છે. સત્ય છે. પણ ઉદાત્ત ચિત્તનો રસ સ્વયંભૂ છે અને સામાની પ્રીતિની અપેક્ષા રાખતો નથી. ન્હાનપણમાં માતાપિતાનો સ્નેહ બાળકના ભણીથી પ્રીતિની અપેક્ષા રાખતો નથી. આપણે સ્વદેશઉપર પ્રીતિ કરીયે છીયે ત્યારે દેશ આપણા ઉપર પ્રીતિ રાખે એવી ગણના કરતા નથી. એવી પ્રીતિ તો ગમે તો ઈશ્વરપ્રીત્યર્થ રાખીયે છીયે કે ગમે તો આપણા ચિત્તનો રસપ્રવાહ એ દિશામાં જાતો જાય છે. આપણાં નિરક્ષર કુટુમ્બ ઉપર પણ આપણો પ્રીતિરસ એવો જ સ્વયંભૂ છે, એ રસ પ્રીતિપાત્ર વિષયની પ્રીતિના પ્રત્યાઘાતરૂપે સ્ફુરતો નથી, પણ જડમાં આત્મચેતન પેઠે સ્વપ્રકાશે સ્ફુરે છે.”

"આપણા કુટુમ્બોમાં નિઃસ્વાર્થતાની – નૈષ્કામ્યની આશા રાખવી તે