પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
एष वृद्धाननाथांश्च च पङ्गूंनन्धाश्च मानवान् ।
पुत्रवत्पालयामास प्रजा धर्मेण वै. प्रभुः ।।
एष धर्मे दमे चैव क्रोधे चापि जितव्रतः।
महाप्रसादो ब्रह्मण्यः सत्यवादी च पार्थिवः।।
एष धर्मपरो नित्यमनृशंसश्च पाण्डवः ।
कथं नार्हति राजार्हमासनं पृथिवीपते ।।"

મણિ ૦- વીરરાવજી, આવા સૂક્ષ્મ અને માર્મિક ધર્મના જ્ઞાનનું રહસ્ય સમજ્યા વિના દીર્ધદષ્ટિ નથી, સત્ય અને નિત્યબળ નથી, સ્વસ્થતા નથી, લોકનું કલ્યાણ નથી; અને રાજાનું રાજત્વ નથી. પાંચે પાણ્ડવોમાંથી એક જ જણ પિતામહના બોધનો અધિકારી ઠર્યો હતો તે કોણ? મહારાજ ધર્મરાજા. પાંચે પુત્રોમાં પાણ્ડુ મહારાજે પ્રથમ ઇચ્છયો તે કોણ? ધર્મ. એ ધર્મના ઉચ્ચગ્રાહ હું પળે પળે શોધું છું અને મ્હારા ચરણ તે શોધમાં થાકી જાય છે ત્યારે વૃદ્ધમહારાજને સ્મરી તેમની ક્ષમા માગું છું - કારણ તેમના પવિત્ર આસન ઉપર બેસવાની મ્હારી યોગ્યતામાં ન્યૂનતા આ ધર્મભવનમાં મને અનેકધા દીસી આવે છે અને એક બાળકના જેવું મ્હારું હૃદય થઈ જાય છે. ધર્મપાલનમાં આમ હૃદય કમ્પે છે, એ પાલનમાં મ્હારી પોતાની અશક્તિ કે દુર્વૃત્તિ અથવા અન્ય સ્થાનથી આવેલી વિપત્તિ વિધ્ન નાંખે છે ત્યારે વૃદ્ધ મહારાજે ધર્મની સ્તુતિ રચાવેલી છે તે સાંભળી ધૈર્ય પામું છું.

ભવનમન્ત્રીએ પુસ્તકમાંથી તે સ્તુતિ ક્‌હાડી અને મણિરાજે કરેલી સંજ્ઞા ગ્રહી વાંચવા માંડી.

રાજ્ય પિતાતણું ના જ મળ્યું ! મળતાં છીનવે શઠ દ્યૂતકળામાં !
લાખનું મન્દિર ! દ્રૌપદીવસ્ત્રદશા કુરુરાજની દુષ્ટ સભામાં !
તે સ્મરતાં પ્રિય બન્ધુચતુષ્ક ઉંચા ઉછળે ગુરૂવૈરથી ક્રોધે!
તે સઉ શાન્ત રહી જ જુવે યમસુત, ધરે મન ધર્મપ્રબોધે !
પાંડુસુતોનું અહિત વિચારી, કુલઘ્ન અધર્મ ભરે ઉરમાંહે;
જાળ રચે કુરુનન્દન કંઈ જ કળાથી દયાવણ પાંડવકાજે;
સુરઅસુરમુનિથકી આશ્રય શોધ તપસ્વિવિનાશ વિમર્શે;
એ અપકાર સટે ઉપકાર કર્યો યમનન્દનને જ પ્રકર્ષે !
દુષ્ટ અધર્મ ભરાવ જ ભૂતળ ઉપર ! પાપનું રાજ્ય પ્રવર્તો !
નાશની જાળ રચાવ શિરે ! શિરઉપર દૈત્ય હસે કરી નૃત્યો !